મહિનાના પહેલા દિવસે લોકો માટે રાહતના સમાચાર છે. આજે 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 115.50 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. જોકે, 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કિંમતમાં આ ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને 1744 રૂપિયા થઈ ગઈ છે. તેમજ કોલકાતામાં આ ગેસ સિલિન્ડરની કિંમત 1846 રૂપિયા, મુંબઈમાં તેની કિંમત 1696 રૂપિયા અને ચેન્નાઈમાં કિંમત 1893 રૂપિયા છે.
અગાઉ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1859.50 રૂપિયા, કોલકાતામાં કિંમત 1959 રૂપિયા, મુંબઈમાં કિંમત 1811.50 રૂપિયા અને ચેન્નાઈમાં કિંમત 2009.50 રૂપિયા હતી. ઓક્ટોબર મહિનામાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 25.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં રૂ. 91.50નો ઘટાડો થયો હતો. ઓગસ્ટ મહિનામાં રૂ.36નો ઘટાડો થયો હતો. જુલાઈ મહિનામાં 8.50 રૂપિયાનો ઘટાડો થયો હતો. આ રીતે, આ સતત પાંચમો મહિનો છે જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.