થોડા દિવસ પહેલા કલાકો સુધી વોટ્સએપ ડાઉન રહ્યું જેનાથી લોકોએ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો હવે સોશિયલ નેટવર્કિંગ એપ ઇન્સ્ટાગ્રામની સાથે આવી સમસ્યા આવી છે. લોકોનો દાવો છે કે લોગઇન કરવા પર એકાઉન્ટ સસ્પેન્ડ હોવાનું નોટિફિકેશન જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો સ્ક્રીનશોટ શેર કરી રહ્યાં છે.
ઇન્સ્ટાગ્રામની કમ્યુનિકેશન ટીમે ટ્વીટ કરી કહ્યું, અમને આ વાતની જાણકારી છે કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક્સેસ કરવામાં સમસ્યા આવી રહી છે. અમે તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. પરેશાની માટે ખેદ છે. એક યૂઝરે લખ્યું- ઈન્સ્ટાગ્રામ આ શું થઈ રહ્યું છે? કોઈ કારણ વગર મારૂ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ. જ્યારે હું કોડ વેરિફાઈ કરવાનો પ્રયાસ કરૂ છું તો એરર દેખાડે છે. શું કોઈ અન્યને પણ આવી સમસ્યા થઈ રહી છે?
જાણકારો પ્રમાણે સામાન્ય રીતે આવું ત્યારે થાય છે જ્યારે સર્વર પર સાઇબર એટેક થાય છે. ટ્વિટરની સામે પણ આવી મુશ્કેલી આપી હતી. બાદમાં જાણવા મળ્યું કે હેકરે બેન્કેડનું એક્સેસ લઈ લીધુ હતું. પરંતુ કોઈપણ સોશિયલ પ્લેટફોર્મે હેકિંગની જાણકારી ક્યારેય આપી નથી. જાણવા મળી રહ્યું છે કે ઘણા યૂઝર્સના ફોલોઅર પણ અચાનક ઘટવા લાગ્યા છે.