રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ આજે એટલે કે 1 નવેમ્બરથી હોલસેલ ટ્રાન્જેકશન માટે ડિજિટલ રૂપી રજૂ કરશે. જો કે હાલમાં તે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગયા મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે RBI જલ્દી જ ખાસ ઉપયોગ માટે ડિજિટલ રૂપિયો એટલે કે E-Rupee નું પ્રાયોગિક લોન્ચિંગ શરૂ કરશે. જણાવી દઈએ કે તેની શરૂઆત આજથી એટલે કે 1 લી નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. હવે આરબીઆઈની પોતાની ડિજિટલ કરન્સી (RBI Digital Currency)વાસ્તવિકતા બનવા જઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ આજે એટલે કે 1 નવેમ્બરથી હોલસેલ ટ્રાન્જેકશન માટે ડિજિટલ રૂપી રજૂ કરશે. જો કે હાલમાં તે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર RBI Digital Currency થી ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા મજબૂત બનાવવામાં, પેમેન્ટ સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવામાં અને મની લોન્ડરિંગને રોકવામાં મદદ મળશે. આ સાથે જ ડિજિટલ કરન્સીનો ઉપયોગ સરકારી સિક્યોરિટીઝના સેટલમેન્ટ માટે કરવામાં આવશે. જણાવી દઈએ કે આ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે 9 બેંકોની ઓળખ કરવામાં આવી છે અને આ બેન્કની લિસ્ટમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા (BoB), યુનિયન બેંક, HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, IDFC ફર્સ્ટ બેંક અને HSBC બેંકનો સમાવેશ થશે.
ડિજીટલ કરન્સીના ફાયદા
દેશમાં આરબીઆઈની ડીજીટલ કરન્સી (E-Rupee) આવ્યા પછી કોઈ વ્યક્તિએ તેની પાસે રોકડ રાખવાની જરૂર રહેશે નહીં. આ તમે તમારા મોબાઈલ વોલેટમાં રાખી શકશો અને આ ડિજિટલ કરન્સીના સર્ક્યુલેશન પર રિઝર્વ બેંકનું સંપૂર્ણ નિયંત્રણ હશે. ડિજિટલ કરન્સી આવવાથી સરકાર સાથે સામાન્ય લોકો અને વ્યવસાય માટેના વ્યવહારોની કિંમતમાં ઘટાડો થશે. RBIએ તાજેતરમાં કહ્યું હતું કે, ‘સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનો હેતુ વર્તમાન કરન્સીના સ્વરૂપોને બદલવાને બદલે ડિજિટલ કરન્સીને પૂરક બનાવવાનો અને યુઝર્સને ચુકવણી માટે વધારાનો વિકલ્પ આપવાનો છે. હાલની ચુકવણી પ્રણાલીઓને બદલવાનો કોઈ હેતુ નથી એટલે તમારા વ્યવહારો પર કોઈ અસર પડશે નહીં.