ભાવનગર શહેર આચાર્ય સંઘના છેલ્લા ઘણા વર્ષોથી પ્રમુખ તરીકે કાર્યરત પરેશભાઇ ત્રિવેદી (બી.એમ. કોમર્સ હાઇસ્કૂલ) તથા ઉપપ્રમુખ એમ.કે. ઘેવરીયા (ધનેશ મહેતા હાઇસ્કૂલ)નો નિવૃત્ત સન્માન સમારંભ સ્વામિનારાયણ વિદ્યાલય, ચિત્રા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કે.વી. મીયાણીના અધ્યક્ષસ્થાને તથા શિક્ષણવિદ મનહરભાઇ ઠાકરના અતિથિ વિશેષ પદે યોજાયો હતો. ડી.ઇ.ઓ. તથા મનહરભાઇ ઠાકરે પરેશભાઇ ત્રિવેદીની રચનાત્મક સેવાઓને બીરદાવી સન્માનપત્ર અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આચાર્ય સંઘ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ હિતેષભાઇ કનાડા (વિશુધ્ધાનંદ હાઇસ્કૂલ), કલ્યાણીબેન દવે (નંદકુંવરબા હાઇસ્કૂલ), દિનેશભાઇ પરમાર (દક્ષિણામૂર્તિ હાઇસ્કૂલ), જયદેવભાઇ મહેતા (બી.એમ. કોમર્સ હાઇસ્કૂલ) તથા શ્રેષ્ઠ વહિવટી કર્મચારી એવોર્ડ દિગ્વિજયસિંહ ગોહિલ (એમ.વી. રાણા હાઇસ્કૂલ), તેજસભાઇ જાેષી (મસ્તરામ હાઇસ્કૂલ) તથા શ્રેષ્ઠ સેવક એવોર્ડ રમેશભાઇ મેણા (એમ.કે. જમોડ હાઇસ્કૂલ)ને આપવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ સામાજીક શૈક્ષણિક કાર્ય એવોર્ડ ભાઇબંધની નિશાળ પ્રવૃત્તિ કરતા ડો.ઓમ ત્રિવેદીને અપાયો હતો.
ઉપસ્થિત મહેમાનોએ ભાવનગર શહેર આચાર્ય સંઘની વર્ષોથી ચાલતી આ રચનાત્મક પ્રવૃત્તિને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં આગામી વર્ષ માટે આચાર્ય સંઘના નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે બટુકભાઇ પટેલ (સ્વામિ. વિદ્યાલય, ચિત્રા), મહામંત્રી તરીકે છગનભાઇ જાંબુચા (વિદ્યાવિહાર હાઇસ્કૂલ) તથા અધ્યક્ષ તરીકે લાલજીભાઇ ધાંધલા (વિશુધ્ધાનંદ હાઇસ્કૂલ) તથા કારોબારીની ઘોષણા થઇ હતી.