ભાવનગર પોલીસ સાઇબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેકટર બી.એસ.જાડેજા- તથા પીએસઆઇ ડી.એચ. જાડેજા સાયબર ક્રાઇમ પો.સ્ટે. ભાવનગર વિભાગની ટીમ દ્વારા હાલ હોટેલ મેનેજમેન્ટને લગત બનતા સાયબર ક્રાઇમ અંગે અવેરનેસ સેશન મંગળવારે ઓનેસ્ટ રેસ્ટોરન્ટ ખાતે રાખવામાં આવેલ.
હાલમાં બનતા સાઇબર ક્રાઇમના ગુનાઓ ખુબ જ વઘી રહ્યા છે અને ભાવનગરની ઘણી જ હોટલ તેમજ રેસ્ટોરન્ટઆની ભોગ બની ચુકી છે, ત્યારે સાયબર ક્રાઇમ અંગેની અવરનેસમાં બધા જ સભ્યોએ બહોળી સંખ્યા માં ભાગ લીઘેલ અને વિષ્તૃત માહીતી મેળવી હતી.
પ્રમુખ કે કે સરવૈયા, આનંદભાઇ ઠક્કર, દેવદતભાઇ કામદાર, દિનેશભાઇ સહિત દરેક હોદ્ધેદારો ઉપસ્થિત રહ્યા હતા.






