રાજયમાં સંસ્કૃત પાઠશાળાઓ વધારવા તેમજ સંસ્કૃત પાઠશાળાઓમાં કક્ષા-ધોરણ વધારવા માટે સરકારે નવી નીતિ જાહેર કરી છે. જે અંતર્ગત સંસ્કૃત પાઠશાળાઓમાં ધો.6થી અભ્યાસ શરૂ થશે, જયારે 10 નવા ગુરુકુળો માન્યતા અપાશે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ગુજરાતમાં આવેલી સંસ્કૃત પાઠશાળાઓની સંખ્યા વધારવા નવી નીતિ જાહેર કરી છે. જે અંતર્ગત આ સંસ્કૃત પાઠશાળાઓમાં ધોરણ 6 થી અભ્યાસ શરૂ થશે, જયારે સ્નાતક (શાસ્ત્રી), અનુસ્નાતક (આચાર્ય) અને બીએડ (શિક્ષાશાસ્ત્રી) માટેનું અલાયદુ શિક્ષણ કાર્ય પણ સંસ્કૃત સ્કુલોમાં અપાશે. જે માટે અલગથી મંજુરી લેવાની રહેશે. આ ઉપરાંત પબ્લીક પાર્ટનરશીપ (પીપીપી) હેઠળ રાજયમાં નવા 10 સંસ્કૃત ગુરુકુળોને માન્યતા આપવા માટે પણ શિક્ષણ વિભાગે ઠરાવ કર્યો છે. સંસ્કૃત સાધના અંતર્ગત સંસ્કૃત પાઠશાળાઓના સશક્તિકરણ માટે સરકારે નવી નીતિ તૈયાર કરી છે. આ ગુરુકુળો માટે સરકારે 2.5 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.