વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઇ છે. ભાજપે આ અંગે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મંથન બેઠકનું આયોજન કર્યું છે. 3 દિવસ સુધી કમલમમાં 3 દિવસ સંકલન બેઠક યોજાશે, આ બેઠકમાં જિલ્લા પ્રમાણે ઉમેદવારોની ચર્ચા થશે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલ પણ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપ પોતાનો સિંહાસન જાળવી રાખવા માટે તમામ પ્રયાસ કરી રહી છે, આ વિધાનસભા ચૂંટણીમાં 150 બેઠક પાર જીતવાના લક્ષ્યાંક પુરો કરવા તનતોડ મહેનત હાથ ધરી છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉમેદવારો અંગે ચર્ચા થશે અને આખરી ઓપ આપવામાં આવશે.