મહાપાલિકા દ્વારા રૂ. 11 કરોડનો ખર્ચે કરી બનાવવામાં આવેલા અકવાડા લેઇકમાં ગત તા.4 સપ્ટેમ્બરે પોતાના પરિવાર સાથે ફરવા ગયેલા મેર પરિવારની લાડક્વાયી દીકરીને ટ્રેનમાં કરંટ લાગતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ દૂધર્ટનાને બે માસ જેવો સમય વિતી ગયો છતાં કોઇ જવાબદારો સામે પગલાં ન લેવાતા આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકામાં જઇને વિરોધદર્શી ધરણાં કર્યા હતા.

આપના શહેર પ્રમુખે જણાવ્યું હતુ કે જો ન્યાય નહીં મળે અને પગલાં નહી લેવાય તો આંદોલન વધુ ઉગ્ર કરાશે. આ ઘટનામાં આઠ વર્ષની માસૂમ દીકરી જાનવીને અકવાડા ગાર્ડનની અંદર આવેલી ઈલેક્ટ્રીક રેલગાડીના પાટા ઉપર જોરદાર ઈલેક્ટ્રીક શોટ લાગતા મોત થયું હતુ. પરંતુ બનાવ અંગે યોગ્ય ગંભીરતા નહિ લેવાઈ હોવાનું જણાવી આમ આદમી પાર્ટી દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો.





