ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા ભાજપ ની મેરેથોન બેઠક ચાલી રહી છે, જેમાં અમિત શાહ ખાસ હાજર છે,ત્રણ દિવસ ની આ બેઠક બાદ ત્રણ ત્રણ નામ ની પેનલ તૈયાર કરી દિલ્હી હાઇકમાન્ડ ને મોકલવામાં આવશે, જ્યાંથી 14 અને 15 નવેમ્બર સુધીમાં ફાઇનલ ઉમેદવાર જાહેર કરવામાં આવશે
ભાજપની ચૂંટણી સંકલન સમિતિની બેઠક કમલમ્ ખાતે ચાલી રહી છે. પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા સહપ્રભારી સુધીર ગુપ્તા પણઉપસ્થિત હોય છે ભાજપ માટે સાતમી વખત ગુજરાત પર શાસન કરવા માટે ભાજપે તમામ182 બેઠકો પર નિરીક્ષકો ને મોકલી ને સેન્સ લેવામાં આવી હતી, ભાજપના નિરીક્ષકો સમક્ષ 4400 જેટલા દાવેદારો, ઉમેદવારોએ બાયોડેટા રજૂ કર્યા છે. જે અગાઉ કરતાં 1100 જેટલા વધુ છે. ચૂંટણી સંકલન સમિતિની બેઠકમાં પ્રદેશના આગેવાનો, જિલ્લાઓના પ્રમુખ, પ્રભારી, ચૂંટણી ઇન્ચાર્જ તેમજ નિરીક્ષકોને હાજર રાખવામાં આવે છે,દરેક જિલ્લા, મહાનગરોમાં પ્રવાસ કરનારા નિરીક્ષકો એ રિપોર્ટ તૈયાર કર્યો છે, આ બાયોડેટા અને રજૂઆતને સ્ક્રિનિંગ કરી દરેક બેઠકો પર ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવે છે.
તમામ 182 બેઠકોની ચર્ચા કર્યા બાદ 7 નવેમ્બરથી મળનારી પ્રદશે પાર્લામેન્ટરી બોડની બેઠકમાં ચર્ચા કરી ત્રણ ત્રણ ઉમેદવારોની પેનલ તૈયાર થશે. કેન્દ્રીય નેતૃત્વ ઉમેદવારોની યાદી ફાઇનલ કરી 14 કે 15 નવેમ્બર સુધીમાં જાહેર કરી શકે છે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે ઉમેદવારોના નામો નક્કી કરવા ત્રણ દિવસ માટે આ સમિતિ કમ સ્ટેટ બોર્ડની બેઠકો શરૂ થઇ છે જેમાંએક એક બેઠક માટે નિરીક્ષકોના અહેવાલોના આધારે જીતે તેવા ઉમેદવારોના નામો અલગ તારવીને સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે.





