Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર-બોટાદની ૯ બેઠકો માટે કાલથી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ

ચૂંટણી આચારસંહિતા અમલમાં આવતા તંત્રએ ગુરુવારથી જ રાજકીય પક્ષોના બેનર,લખાણ હટાવવાની કામગીરી આરંભી : રાજકીય પક્ષો પણ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા

aaspassdaily by aaspassdaily
2022-11-04 14:00:54
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર,બોટાદ સહિત સૌરાષ્ટ્રની પહેલા તબક્કાની વિધાનસભા બેઠકોની ચૂંટણી પ્રક્રિયાનો શનિવારથી પ્રારંભ થશે.તા.૫ ના રોજ ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા અને બોટાદ જિલ્લાની ર વિધાનસભા બેઠક સહિત સૌરાષ્ટ્‌ની વિધાનસભા બેઠકોની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે માટે તા. પ નવેમ્બરને શનિવારે જાહેરનામુ બહાર પડશે અને ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે. આગામી તા. ૧૪ નવેમ્બર સુધી ઉમેદવારી પત્ર સ્વિકારવામાં આવશે. આગામી તા. ૧પ નવેમ્બરે ઉમેદવારી પત્રની ચકાસણી કરાશે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતીમ તા. ૧૭ નવેમ્બર છેે તેથી આ દિવસે ઉમેદવારનુ ચિત્ર સ્પષ્ટ થશે. આગામી તા. ૧ ડિસેમ્બરને ગુરૂવારે મતદાન થશે અને આગામી તા. ૮ ડિસેમ્બરને ગુરૂવારે  મતગણતરી હાથ ધરવામાં આવશે. આગામી તા. ૧૦ ડિસેમ્બરે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.
રાજ્યના ચૂંટણી અધિકારીએ વિડયો કોન્ફરન્સ કરી ભાવનગરના જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓને ચૂંટણી અંગેની માહિતી આપી હતી અને આચારસંહિતાનુ કડક પાલન થાય તે જાેવા સુચના આપી હતી.
ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષો પણ સક્રિય થઈ ગયા છે.તો બીજી તરફ તંત્ર દ્વારા પણ ચૂંટણી આચારસંહિતાનો ગઈ કાલથી જ અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો અને શહેરમાંથી રાજકીય પક્ષોના બેનર હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.બીજી તરફ પદાધિકારીઓએ પણ તેમના સરકારી વાહનો જમા કરાવી દીધા હતા.

ચૂંટણીની કામગીરીની સાથોસાથ વહીવટી તંત્ર વધુ મતદાન થાય તે માટે પણ પ્રયત્નશીલ
વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી કામગીરીમાં જાેડાઈ ગયું છે.સરકારી બાબુઓની રજા રદ્દ કરવામાં આવી છે અને ચૂંટણીના કાર્યમાં જાેતરી દેવામાં આવ્યા છે.
છેલ્લા થોડા વર્ષોથી દરેક ચૂંટણીઓમાં મતદારો મતદાન અંગે જાગૃત થાય અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે ચૂંટણીપંચ સક્રિય પ્રયાસો કરી રહ્યું છે.આ વિધાનસભાની ચૂંટણીમાં પણ લોકો મતદાન કરવા આગળ આવે તે માટે તંત્ર ચૂંટણીની કામગીરીની સાથોસાથ મતદાન જાગૃતિ માટે જિલ્લાની તમામ વિધાનસભા બેઠક વિસ્તારમાં અવસર રથ ફેરવી મતદારોને જાગૃત કરનાર છે.આ ઉપરાંત ઇ.વી.એમ. નિદર્શન સહિતના કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરનાર છે.

Tags: bhavnagarBotadkalthi chutani prakriya
Previous Post

રસાલા કેમ્પમાં ચારથી પાંચ મકાનમાં હાથફેરો કરનાર રીઢો તસ્કર ઝડપાયો

Next Post

પ્રથમ વખત ત્રિપાંખીયા જંગના એંધાણ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પ્રથમ વખત ત્રિપાંખીયા જંગના એંધાણ

પ્રથમ વખત ત્રિપાંખીયા જંગના એંધાણ

કાળિયાબિડ ટાકી પાસે કચરામાં આગ

કાળિયાબિડ ટાકી પાસે કચરામાં આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.