સ્વતંત્ર ભારત દેશના પ્રથમ મતદાર એવા શ્યામ સરન નેગીનું આજે સવારે નિધન થઈ ગયું છે. હિમાચલ પ્રદેશના કિન્નૌર નિવાસી નેગી 106 વર્ષના હતા. તેમણે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 2 નવેમ્બરે પોતાનું પોસ્ટલ બેલેટ નાખ્યો હતો. ડીસી કિન્નૌર આબિદ હુસૈને કહ્યું કે, જિલ્લા પ્રશાસન સૌથી વૃદ્ધ મતદારોના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી રહ્યું છે. તેમને સન્માનપૂર્વક વિદાય કરવાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે.
દેશના સૌથી વૃદ્ધ મતદાર શ્યામ સરન નેગી હાલમાં જ ચૂંટણી અધિકારીને 12 ડી ફોર્મ પરત કરીને ચર્ચામાં આવ્યા હતા. હકીકતમાં ઉંમરલાયક મતદારોને એવું કહીને ચૂંટણી પંચેનું ફોર્મ પરત આપ્યું હતું કે, મતદાન કેન્દ્ર જઈને પોતાનો વોટ નાખશે. જો કે, આ તમામની વચ્ચે અચાનક તેમની તબીયત ખરાબ થઈ ગઈ અને ચૂંટણી અધિકારીઓએ તેમના કલ્પામાં આવેલા ઘરે જઈને પોસ્ટલ વોટ નખાવ્યો હતો.
ડીસી કિન્નૌર આબિદ હુસૈન સાદિકે આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે, માસ્ટર શ્યામ શરણ નેગીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. લાંબા સમયથી તેમનું સ્વાસ્થ્ય ઠીક નહોતું અને શુક્રવારે સવારે લગભગ 3 કલાકની આસપાસ તેમનું દેહાંત થઈ ગયું. આજે પ્રશાસને પુરા સન્માન સાથે અંતિમ સંસ્કાર કરશે. શ્યામ શરણ નેગીના દિકરી સીપી નેગીએ કહ્યું કે, તેમના પિતા લાંબા સમયથી બિમાર હતા અને આજે સવારે લગભગ 3 વાગ્યે તેમનું દેહાંત થઈ ગયું અને પ્રશાસનને તેની સૂચના આપવામાં આવી હતી.
2 નવેમ્બરે વોટ નાખ્યા બાદ દેશના પ્રથમ મતદાર માસ્ટર શ્યામ શરન નેગીએ કહ્યું હતું કે, દેશને અંગ્રેજો અને રાજાઓના રાજથી આઝાદી મળી હતી. આજે લોકતંત્રના આ મહાપર્વમાં દરેક વ્યક્તિને દેશના વિકાસ કરનારા વ્યક્તિને ચૂંટવાની આઝાદી ઠે અને આજે સ્વાસ્થ્ય ઠીક નહીં હોવાન કારણે મેં પોતાનો વોટ ઘરેથી નાખ્યો છે. તમામ લોકતંત્રના મહાપર્વમાં પોતાની ભાગીદારી નિભાવે.