વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપનું મંથન પૂર્ણ થયું છે. જેમાં પ્રદેશ ભાજપની પર્લામેન્ટરી બોર્ડની ત્રણ દિવસની બેઠક પૂર્ણ થઈ છે. 9 અને 10મી તારીખે કેન્દ્રીય ભાજપ ઉમેદવારો અંગે કરશે ફરી મોટું મંથન કરશે. વિધાનસભાની તમામ 182 બેઠકોના ઉમેદવારો મુદ્દે થઈ ચર્ચા છે. ભાજપે તમામ 182 બેઠકોના સંભવિત ઉમેદવારોની પેનલ તૈયાર કરી છે. દરેક બેઠક દીઠ 3થી 5 સંભવિત ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરવામાં આવી છે. જેઉમેદવારોના નામની યાદી દિલ્હીમાં બતાવવામાં આવશે જે બાદ એટલે કે, 9 અને 10 નવેમ્બરે દિલ્લીથી ઉમેદવારોના નામો પર આખરી મ્હોર લાગશે.
ભાવનગર જિલ્લાની સાત બેઠકો પૈકી ભાવનગર પશ્ચિમ અને ભાવનગર ગ્રામ્ય આ બંને બેઠક પર અનુક્રમે જીતુભાઈ વાઘાણી અને પરસોત્તમભાઈ સોલંકી ની ઉમેદવારી નિશ્ચિત મનાય છે જ્યારે અન્ય ઉમેદવારો માં હજુ કોઈ નિશ્ચિત નામો જાહેર થયા નથી જે ત્રણ ત્રણ પેનલ તૈયાર કરવામાં આવી છે તેમાં જે નામો આગળ છે તે મુજબ જાત જાતની અટકળો ચાલી રહી છે. ભાવનગર પૂર્વમાં વર્તમાન ધારાસભ્ય વિભારીબેન દવેને ફરી ટિકિટ આપવાની વાત પણ ચાલી રહી છે આ ઉપરાંત પાલીતાણામાં મહેન્દ્રસિંહ સરવૈયા ને ટિકિટ મળી રહી છે તેવી ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં છે જોકે આ બધી હજુ અટકણો જ છે અને 10 નવેમ્બરે લગભગ નામોની અટકળોનો અંત આવશે જોકે સત્તાવાર જાહેરાત હજુ 10 નવેમ્બર પછી જ થશે.