આગામી તા.૧ના ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાની યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર જિલ્લાની સાત બેઠકોની ચૂંટણી યોજાનાર છે જેના ઉમેદવારી ફોર્મ મેળવવાનો તા.૫ને શનિવારથી પ્રારંભ થઈ ગયો છે. અને સાતેય બેઠકો પર ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થયેલ છે. પ્રથમ દિવસે ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે કુલ ૩૪ ફોર્મનો ઉપાડ થયો હતો જેમાં સૌથી વધુ ગારીયાધાર બેઠક માટે ૧૨ ફોર્મ પ્રથમ દિવસે જ ઉપડ્યા હતા.
૧ ડિસેમ્બરના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો દ્વારા સભાઓ શરૂ કરી દેવામાં આવી છે અને ઉમેદવારોની પણ યાદીઓ પણ તૈયાર કરાઈ રહી છે અને ઉમેદવારી ફોર્મ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. જેમાં પ્રથમ દિવસે તા.૫ના રોજ ભાવનગર જિલ્લાની સાત બેઠકોમાં ૯૯ મહુવા બેઠક માટે પાંચ, ૧૦૦ તળાજા બેઠક માટે ૨, ૧૦૧ ગારીયાધાર બેઠક માટે ૧૨, ૧૦૨ પાલીતાણા બેઠક માટે ૦, ૧૦૩ ભાવનગર ગ્રામ્ય બેઠક માટે ૨, ૧૦૪ ભાવનગર પૂર્વ બેઠક માટે ૫, ૧૦૫ ભાવનગર પશ્ચિમ બેઠક માટે ૮ મળી પ્રથમ દિવસે કુલ ૩૪ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો હતો જેમાં સૌથી વધુ ગારીયાધાર બેઠક માટે ૧૨ જ્યારે ભાવનગર પશ્ચિમ માટે ૮ અને ભાવનગર પૂર્વ માટે પાંચ ફોર્મનો ઉપાડ થયેલ પ્રથમ દિવસે પાલીતાણા બેઠક માટે એક પણ ફોર્મનો ઉપાડ થયો ન હતો.