ભાવનગરના ઘોઘારોડ,શિવાજી સર્કલ નજીક આજે સવારના સમયે એક નીલગાય (રોઝડું) જાેવા મળ્યું હતું.આ નીલગાય મુખ્ય રોડ પર ટહેલતી જીવ મળી હતી.ભૂલી પડી જવાથી નીલગાય શહેરી વિસ્તારમાં આવી ગઈ હોવાનું અનુમાન છે.ઉલ્લેખનીય છે કે,થોડા દિવસો પહેલા શહેરના કાળિયાબીડ,પાણીની ટાંકી નજીક પણ નીલગાય જાેવા મળી હતી.