વડોદરા નજીક સાવલીમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા અંતર્ગત જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાનના CM અશોક ગેહલોતે સભાને સંબોધન કર્યું હતુ. જેમાં અશોક ગેહલોતએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પહેલા કહેતા હતા મેં ગુજરાત બનાવ્યું છે. હવે કહે છે કે લોકોએ ગુજરાતને બનાવ્યું છે. ભાજપની ભાષા બદલાઈ રહી છે. વધુમાં તેમણે આ ચૂંટણી ખુબ જ મહત્વની છે તેમ કહી મોરબી દુર્ઘટના મામલે પણ નિવેદન આપ્યું હતું અને તાત્કાલિક ઇન્કવાયારી કરાવી જવાબદારો સામે પગલાં લેવા માંગ ઉઠાવી હતી. તેમજ ભાજપ જે રાજ્યમાં સત્તા મેળવે છે ત્યાં ધારાસભ્યો ખરીદવા આવે છે. તેવો પણ આરોપ લગાવ્યો હતો.
વધુમાં કેજરીવાલ મુદ્દે તેમણે જણાવ્યું કે કેજરીવાલ કહે છે કે મને ગુજરાતથી હટવાનું કહે છે. તો કેજરીવાલને ફોન કોણે કર્યો ? અને કેટલા કરોડની ઓફર કરી તે મુદ્દે કેજરીવાલ ચોખવટ કરે. કેજરીવાલ ગુજરાત આવે છે પણ ગાંધી નો ફોટો જ હટાવી દીધો છે. એટલુ જ નહિ AAP રાજસ્થાન સરકારની નકલ કરતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાત કરતા રાજસ્થાની સડકો સારી બનાવી છે. રાજસ્થાનમાં આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. સામાજિક સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અમે ટ્રાન્સ પ્લાન્ટની સુવિધા મફતમાં આપીશું અને જે વાયદા કર્યા છે તે નીભાવિશું તેવો દાવો કર્યો હતો.
ભારત જોડો યાત્રાના ટ્વીટર હેન્ડલને બંધ કરવા પ્રયાસ થયા : અશોક ગેહલોત
અશોક ગેહલોત ચૂંટણી કમિશન પર મોટો આક્ષેપ કરી કહ્યું કે, ચૂંટણી કમિશન ભેદભાવ કરી રહ્યું છે. ભારત જોડો યાત્રાના ટિવટર હેન્ડલને બેન્ડ કરવાનો આદેશ આપ્યો હોવાનો ઉલ્લેખ કરી કહ્યું કે ભારત સરકાર એજન્સીઓનો દૂર ઉપયોગ કરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.આ વખતે કોંગ્રેસને મોકો આપો તમામ વાયદા પૂરા કરીશું તેમ અંતમાં અશોક ગેહલોતએ જણાવ્યું હતું.