સમસ્ત જૈનોમાં આજે ચાતુર્માસ પૂર્ણ થશે તથા દેરાવાસી જૈનોના કારતક પુનમના ચાતુર્માસ પૂર્ણ થશેસૌરાષ્ટ્ર-કચ્છમાં વિવિધ જૈન સંઘોમાં બિરાજતા સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તન થશે જે લોકો પાલીતાણા જઈ ન શકયા હોય તેઓ પોતાના જિનાલયોમાં શ્રી શત્રુંજય તીર્થ પટ્ટ મુકીને વિધિ સહિત ભાવયાત્રા કરશે. આવતીકાલે કારતક સુદ પુનમ સાથે જૈનોના ચાતુર્માસ પૂર્ણ થશે. જૈન સાધુ સાધ્વીજીઓના ચાતુર્માસ પરિવર્તન થશે તથા શેષ વિહારમાં તીર્થોની યાત્રા સાથે ગામો ગામ વિચરણ કરીને શાસન પ્રભાવના વધારશે.આવતીકાલે શ્રી હેમચંદ્રાચાર્યજીની જન્મજયંતી છે.
પાલીતાણામાં દિવાળીના પર્વ બાદ કારતક સુદ પુનમથી શત્રુંજય પર્વતની યાત્રા શરૂ થવાની હોય પાલીતાણામાં મોટી સંખ્યામાં યાત્રીકો આવી રહ્યા છે. કારતકી પુનમથી પાલીતાણામાં નવાણુ યાત્રા પણ શરૂ થનાર હોય નવાણું યાત્રાના આરાધકો પણ મોટી સંખ્યામાં પાલીતાણા આવનાર છે. કારતકી પુનમની ગીરીરાજની યાત્રામાં યાત્રીકોની સગવડ માટે શત્રુંજય પર્વત ઉપર આ.ક. પેઢી તરફથી કાચુ અને ગરમ પાણી, મેડીકલ, સીકયુરીટીની વ્યવસ્થા કરવામાં આવનાર છે. યાત્રીકો મોટી સંખ્યામં આવનાર હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.