ઈરાનમાં મહાસા અમિનીના મોત બાદ લોકો ઘણાં દિવસોથી સરકાર સામે પ્રર્દશન કરી રહ્યાં છે. આ પ્રર્દશનોમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. હિજાબ સામે ઈરાનમાં શરૂ થયેલા પ્રર્દશનો હવે ભારતમાં પણ પ્રવેશી ચૂકયાં છે. સોમવારે કેરલમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલી મહિલાઓએ હિજાબને સળગાવીને વિરોધ કર્યો હતો.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, કેરલના કોઝિકોડમાં રવિવારે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ હતી અને તેમણે ઈરાનની મહિલાઓની જેમ હિજાબનો વિરોધ કર્યો હતો.અહીં વિરોધ પ્રર્દશન કરી રહેલી મહિલાઓએ હિજાબને સળગાવીને પોતાનો મત પ્રગટ કર્યો હતો. આ મહિલાઓએ હિજાબ વિરૂદ્ધ થઈ રહેલા વૈશ્વિક વિરોધ પ્રર્દશનોની જેમ જ મહાસા અમિનીના ફોટા હાથમાં લઈને નારા લગાવ્યાં હતાં.