વડા પ્રધાને શરુ કરાયેલી વંદે ભારત ટ્રેનને વારંવાર અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. ગાય-ભેંસ સાથેના અકસ્માત બાદ આણંદમાં એક મહિલા ટ્રેનની અડફેટે આવતા તેણીનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે.
આ પહેલાં પણ વલસાડના અતુલ નજીક ત્રીજી વખત વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેન સાથે ગાય અથડાતા ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને ટ્રેનના એન્જિનને પણ નુકશાન થયું છે. 6 ઓક્ટોબરના રોજ દેશની સૌથી વધારે ઝડપ ધરાવતી ‘વંદે ભારત એક્સપ્રેસ’ પહેલીવાર દુર્ઘટનાનો ભોગ બન્યા પછી સતત કોઇ ને કોઇ અકસ્માત થઇ રહ્યાં છે. 6 ઓકટોબરના રોજ અમદાવાદમાં વટવા-મણિનગર સ્ટેશન પાસે બપોરે 11:18 કલાકે ટ્રેનની સામે ભેંસોનું એક ઝુંડ આવી ગયું હતું. આ કારણે ટ્રેનનો આગળનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હતો. જે બાદ ટ્રેનનું સમારકામ કરાવીને વધુ તકેદારી રાખવાની વાત પણ કરવામાં આવી હતી. તેમ છતાં અવારનવાર થઇ રહેલાં આ અકસ્માત થઈ રહયા છે.