સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટર એ લેઓફ અને ફીચર્સમાં ફેરફારો વચ્ચે એક નવું ફીચર પણ જાહેર કરી દીધું છે. આ ફીચર બધા માટે નથી, તેને ફક્ત ખાસ એકાઉન્ટ્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે અને તેનાથી તે એકાઉન્ટને વધુ એક મોટી અને સારી ઓળખ મળી જશે. આ ઓળખ ‘બ્લૂ ટિક’ એટલે કે વેરિફિકેશનથી પણ એક પગલું આગળની ઓળખ હશે. આવો ડિટેલમાં જાણીએ આ ફીચર શું છે અને તેને કયા યૂઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવ્યું છે.
ટ્વિટરના સીઇઓએ જાણકારી આપી છે કે તે કેટલાક ખાસ એકાઉન્ટ્સ માટે એક નવું ફીચર જાહેર કરી રહ્યા છે. આ ફીચરથી ટ્વિટરના ‘હાઇ પ્રોફાઇલ’ એકાઉન્ટ્સને એક ખાસ ઓળખ મળશે. આ ઓળખ ‘બ્લૂ ટિક’ યૂઝર્સથી પણ ઉપર હશે. આ નવા ફીચર અંતગર્ત યૂઝર્સને તેમની પ્રોફાઇલમાં એક ગ્રે પટ્ટી પર ‘ઓફિશિયલ’ લખેલું લેબલ મળી જશે. આ લેબલ દરેક માટે નથી અને તેને ફક્ત કેટલાક ખાસ એકાઉન્ટ્સ માટે જાહેર કરવામાં આવશે. આ લેબલને વેરિફિકેશનવાળા ‘બ્લૂ ટિક’ની માફક ખરીદી પણ નહી શકાય. કહેવામાં આવ્યું છે કે આ લેબલને પ્રાપ્ત કરવા માટે સરકારી એકાઉન્ટ્સ, કોમર્શિયલ કંપની, બિઝનેસ પાર્ટનર્સ, મીડિયા આઉટલેટ્સ, પબ્લિશર્સ અને કેટલીક હસ્તીઓના એકાઉન્ટ્સમાંથી સિલેક્ટ કરવામાં આવશે.