ભારતીય જનતા પાર્ટીએ ભાવનગર જિલ્લાની સાત બેઠકો પૈકી ૬ ના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આજે જાહેર કરેલા ઉમેદવારોમાં ભાવનગર પશ્ચિમ ની બેઠક પર ધારણા મુજબ વર્તમાન ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને ફરી મેદાનમાં ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમની પસંદગીને લોકોએ આવકારી છે તો કાર્યકરોએ ફટાકડા ફોડીને હર્ષ વ્યક્ત કર્યો હતો.
જીતુ વાઘાણી તા. 11 ને ગુરુવારે સવારે પોતાનું નામાંકન રજૂ કરવાના છે. શુક્રવારે સવારે 10 થી 12 દેસાઈ નગર થી આગળ જતા મિલિટરી સોસાયટીની સામેના ભાગે આવેલા મેદાનમાં તેમની જાહેર સભા યોજાશે ત્યારબાદ તેઓ મતદારોના આશીર્વાદ સાથે 12 ને 39 એ પોતાનું નામાંકન રજૂ કરશે.
ભાવનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર મંત્રી પરષોત્તમ સોલંકી પણ આવતીકાલે પોતાનું નામાંકન ભરે તેવી તૈયારી ચાલી રહી છે.