ભાજપ દ્વારા વડોદરાની વાઘોડિયા સીટ પરથી દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની શરણાગતિ નહિ માની તેની સામે જીલ્લા પ્રમુખને ટિકિટ આપવામાં આવતા સમગ્ર મામલો દિવસભર ટોક ઓફ ધ ટાઉન બન્યા હતો. ત્યારે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે કે નહિ તે બાબતે તેઓએ કાર્યકરો જેમ કહેશે તેમ કરીશ તેવું કહ્યું હતું. સાંજના સુમારે મહાદેવ તળાવ નજીક આવેલ મધુ શ્રીવાસ્તવની ઓફીસે બેઠક મળી હતી. જે બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી પાર્ટીએ કામ કર્યું પણ પાર્ટીએ મારી કદર ના કરી. આ નિર્ણય કાર્યકર્તાઓ સાથેની મીટીંગ બાદ લીધો છે. ત્યારે તેમણે પક્ષને ફેર વિચારણા કરવા કહ્યું છે.