ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ATSની ટીમોએ GSTની ટીમોની સાથે મળીને મોટું ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યભરના 140થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. સાથે જ 90થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.
રાજ્યમાં ATS અને GSTનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યભરમાં અલગ અલગ 140થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. ATS અને GSTની ટીમો દ્વારા અમદાવાદ, સુરત, ભરૂચ, જામનગર અને ભાવનગરમાં દરોડા પાડવામાં આવ્યા છે. એકસાથે 140થી વધુ સ્થળો પર તપાસ ચાલી રહી છે. એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે આ મામલે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી 90થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. બોગસ બિલિંગમાં કરોડોની ગેરરિતી થઈ હોવાની આશંકા છે. આ ઉપરાંત ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ટાણે જ દરોડા પડયા હોવાથી સનસનાટી છે. આ ટીમો દ્વારા રાજકારણીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે કે કેમ તે વિશે પણ ચર્ચા-અટકળોનો દોર શરૂ થયો છે.
16 લેપટોપ 25 મોબાઇલ કબ્જે કરવામાં આવી
આ આરોપીઓ પાસેથી 16 લેપટોપ 25 મોબાઇલ, બે હાર્ડ ડિસ્ક 24 ATM કાર્ડ રબર સ્ટેમ્પ 69 કબ્જે કરાયા હોવાનું અજય તોમરએ જણાવ્યું હતું. તમામ પેઢીમાં ડમી વ્યકિતઓના નામ, ફોટાનો ઉપયોગ કરી નકલી પેઢીના નામે GST નંબર મેળવ્યો હોવાનું જણાય આવ્યું હતું. ઇકોસેલ દ્વારા સુરતથી ઝડપી પાડેલ આઠ જેટલી ડમી કંપનીઓની ખરાઈ કર્યા બાદ તેની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ડમી પેઢીઓના નામે GST લાયસન્સ મેળવવામાં આવ્યું હતું. ડમી પેઢીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી સરકાર સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવામાં આવી હતી.