ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત, પંજાબ અને રાજસ્થાન મોડેલનો ટકરાવ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ, પંજાબમાં આપ અને રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર છે. ત્રણેય પક્ષ પોત પોતાના શાસનના ગુણગાન ગાઈ ગુજરાતના મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. મોદીના ગુજરાતના સી એમ પદના શાસનકાળ દરમિયાન વિકાસ એ ચૂંટણી મુદ્દો બન્યો છે અને હવે અન્ય પક્ષોએ પણ પોતે કરેલો વિકાસ જનતા સમક્ષ સાબીત કરવો પડી રહ્યો છે.! આમ આદમી પાર્ટી આ મુદ્દા સાથે આગળ ધપી રહી છે ભાવનગર જિલ્લામાં તળાજા, મહુવા વિગેરે મત ક્ષેત્રમાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માન એ રોડ શો યોજી મતદારોને આકર્ષવા પ્રચાર પ્રસાર કર્યો હતો, તો કોંગ્રેસ પણ આગામી દિવસોમાં રાજસ્થાની મોડેલ આગળ ધરી પ્રચાર તેજ બનાવશે તેમ જાણવા મળ્યું છે.