કચ્છના મુન્દ્રાના ગુંદાલા ગામની નર્મદા કેનાલમાં ડૂબી જતા એક જ પરિવારના પાંચના મોત થયા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક લોકોએ કેનાલમાંથી તમામ મૃતદેહ બહાર કાઢ્યા હતા. હોસ્પિટલ પર મૃતકોના પરિવારજનો પહોંચતા આક્રંદ છવાયો છે.
કેનાલ નજીક ખેતરમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારના પાંચ લોકો કોઈ કારણોસર કેનાલમાં ડૂબી ગયા હતા. જેની જાણ આસપાસના લોકોને થતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, અને મૃતદેહો જ હાથ લાગ્યા હતા. મૃતકોમાં રાજેશ ખીમજી, કલ્યાણ દામજી, હીરાબેન કલ્યાણ, રસિલા દામજી, સવિતાબેનનો સમાવેશ થાય છે.