ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. રાધનપુરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે
વી.ડી.ઝાલાને હિંમતનગરથી ટિકિટ આપવામાં આવી છે. ગાંધીનગર ઉત્તર રીટાબેન પટેલને ટિકિટ મળી છે. ભારતીય જનતા પાર્ટીએ કલોલ બેઠક પરથી બકાજી ઠાકોર, વટવા બેઠક પરથી બાબુસિંહ જાદવ, પેટલાદ બેઠક પરથી કમલેશ પટેલ, મહેમદાવાદ બેઠક પરથી અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. ઝાલોદ બેઠક પરથી મહેશ ભુરિયાને ટિકિટ મળી છે. જેતપુર (પાવી) બેઠક પરથી જયંતિભાઈ રાઠવાને ટિકિટ મળી છે. કેયુર રોકડિયાને સયાજીગંજ બેઠક પરથી ટિકિટ મળી છે.