મિઝોરમના હનથિયાલ જિલ્લામાં સોમવારે એક પથ્થરની ખાણ ધરાશાયી થઈ હતી.આ દુર્ઘટનામાં 12 મજૂરો ફસાયા હોવાની આશંકા હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને ચાર લોકો કાટમાળ નીચે દટાયા છે, તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ અકસ્માત મોખદર ગામમાં થયો હતો. તે સમયે ABCI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના મજૂરો ખાણમાં કામ કરી રહ્યા હતા.
મિઝોરમના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રેટરી લલહરિયાતપુઈયાએ જણાવ્યું હતું કે ખાણ તૂટી પડતી વખતે લગભગ 15 લોકો સ્થળ પર હતા. જિલ્લામાંથી મળેલા અહેવાલોને ટાંકીને તેમણે કહ્યું કે લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ખોદકામની ક્રૂડ પદ્ધતિ દુર્ઘટનાનું કારણ બની શકે છે. જિલ્લા અધિકારીઓએ જણાવ્યું કે એક મેડિકલ ટીમ ઘટનાસ્થળે છે.