Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગુજરાતમાં  ‘ફર્સ્ટટાઈમ વૉટર’ ની સંખ્યામાં વધારો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ યુવા મતદારો ભાવનગરમાં

આ વર્ષે 11.74 લાખથી વધુ યુવાઓ પ્રથમવાર મતદાન કરશે : પ્રથમ તબક્કામાં 5,87,175  અને બીજા તબક્કામાં 5,87,195 યુવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

aaspassdaily by aaspassdaily
2022-11-17 11:31:28
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વધુને વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા જાગૃતિ અભિયાન તથા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેમાં પણ યુવા મતદારોને આકર્ષિત કરવા માટે ભારતના ચૂંટણી પંચે ખાસ ભાર મૂક્યો છે. જેના ભાગરૂપે યુવા મતદારોની મતદાર યાદીમાં નોંધણીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. પરિણામે આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 11,74,370 યુવાઓ પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મુખ્ય નિર્વાચન અધિકારી  પી. ભારતીએ જણાવ્યું છે કે, ભારતના ચૂંટણી પંચના નવતર અભિગમના પરિણામે યુવા મતદારોમાં મતદાન કરવાના ઉત્સાહમાં વધારો થયો છે.
આ સુધારણા કાર્યક્રમ પછી 10 ઓક્ટોબર,2022ની સ્થિતિએ તા. 1-1-2022થી તા.1-10-2022 દરમિયાન 18 વર્ષના થયા હોય તેવા 3,24,420 યુવાઓ મતદાર યાદીમાં સામેલ થયા છે.
તેમણે ઉમેર્યુ હતું કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં યોજાનારી 89 બેઠકો પરની ચૂંટણીમાં કુલ 5,87,175 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં સૌથી વધુ યુવા મતદારોમાં સુરત જિલ્લામાં 1,02,506, ભાવનગરમાં 45,277, રાજકોટમાં 42,973, કચ્છમાં 42,294 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 39,437 છે.
 જ્યારે જે જિલ્લામાં સૌથી ઓછા યુવા મતદારો નોંધાયા છે તેમાં ડાંગમાં 8,680, પોરબંદરમાં 13,561, તાપીમાં 13,800, નર્મદામાં 15,796 અને બોટાદમાં 15,612 મતદારો છે. જ્યારે ગુજરાતમાં બીજા તબક્કામાં યોજાનારી 93 બેઠકો પરની ચૂંટણીમાં કુલ 5,87,195 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં સૌથી વધુ યુવા મતદારોમાં અમદાવાદ 93,428, બનાસકાંઠામાં 81,515, વડોદરામાં 47,343, દાહોદમાં 47,194 તેમજ મહેસાણામાં 40,930નો સમાવેશ થાય છે.
 જ્યારે જે જિલ્લામાં સૌથી ઓછા યુવા મતદારો નોંધાયા છે તેમાં છોટાઉદેપુરમાં 20,638, મહીસાગરમાં 21,323, અરવલ્લીમાં 23,084, ગાંધીનગરમાં 27,599 અને સાબરકાંઠામાં 31,076 યુવા મતદારો છે. રાજ્યમાં 182 બેઠકો પર યોજાનારી ચૂંટણીનાં બે તબક્કામાં કુલ 11,74,370 યુવા મતદારો પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
01 જાન્યુઆરી, 01 એપ્રિલ, 01 જુલાઈ અને 01 ઓક્ટોબરે 18 વર્ષ પૂર્ણ  યુવાઓ મતદાન કરી શકશે
અગાઉ કોઈ યુવાનની ઉંમર 1લી જાન્યુઆરીના રોજ 18 વર્ષ પૂર્ણ થતી હોય તો તેને તે વર્ષે યોજાતી ચૂંટણીમાં મતદાનનો અધિકાર મળતો હતો. મતદાનની પ્રક્રિયામાં વધુને વધુ યુવાઓ ભાગીદાર બને અને લોકશાહી વ્યવસ્થા વધુ મજબૂત થાય તે હેતુથી ભારતના ચૂંટણી પંચે 17 જૂન, 2022ના રોજ રજિસ્ટ્રેશન ઑફ ઈલેક્ટોરલ રૂલ્સ, 1960માં આનુસાંગિક ફેરફાર કરીને યુવા મતદારોની લાયકાતમાં સુધારો કર્યો છે. પ્રવર્તમાન નીતિ મુજબ, સામાન્ય રીતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં (સામાન્ય રીતે વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં) લાયકાતની તારીખ તરીકે આવતા વર્ષની 01 જાન્યુઆરીના સંદર્ભમાં મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવતી હતી. જેથી આખરી મતદારયાદીનું પ્રકાશન આગામી વર્ષના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કરી શકાય. આનો અર્થ એ થયો કે 01 જાન્યુઆરી પછી 18 વર્ષ પૂર્ણ કરનાર મોટી સંખ્યામાં યુવાનોએ નોંધણી માટે આગલા વર્ષના સ્પેશિયલ સમરી રિવિઝનની રાહ જોવી પડતી હતી. સાથે જ તેઓ આ સમયગાળા દરમ્યાન યોજાતી ચૂંટણીઓમાં ભાગ પણ લઈ શકતા નહોતા. જેમાં ફેરફાર થતાં યુવાનો વર્ષમાં ચાર વખત ‘ફર્સ્ટટાઈમ વોટર‘ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શક્યા છે.
Tags: bhavnagarfirst time voters
Previous Post

ગેરકાયદે બાંધકામોને નિયત કરાવવા માટે ઓનલાઈન અરજી થઈ શકશે, એક મહિને તંત્રની સ્પષ્ટતા

Next Post

એ ભાઈ જરા દેખ કે ચલો ! વીજ પોલ હટાવ્યા ચિત્રા-સિદસર રોડ બનાવી નખાયો…

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
એ ભાઈ જરા દેખ કે ચલો ! વીજ પોલ હટાવ્યા ચિત્રા-સિદસર રોડ બનાવી નખાયો…

એ ભાઈ જરા દેખ કે ચલો ! વીજ પોલ હટાવ્યા ચિત્રા-સિદસર રોડ બનાવી નખાયો...

રાજકોટમાંથી લાખો રૂપિયા ઝડપાયા

રાજકોટમાંથી લાખો રૂપિયા ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.