Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગેરકાયદે બાંધકામોને નિયત કરાવવા માટે ઓનલાઈન અરજી થઈ શકશે, એક મહિને તંત્રની સ્પષ્ટતા

અરજદારો કોર્પોરેશનના ચક્કર કાપતા રહ્યા પરંતુ કોઇએ ફાઈલ પકડી નહિ !

aaspassdaily by aaspassdaily
2022-11-17 11:27:51
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
ભાવનગરમાં અનેક બાંધકામો ગેરકાયદે છે. જેને નિયત કરાવવા ગુજરાત સરકારે જાહેર કરેલો ઈમ્પેક્ટનો કાયદો ઘણો જ ઉપયોગી બનશે પરંતુ એક મહિનો થયો અરજદારો કોર્પોરેશનના ચક્કર કાપી રહ્યા છે આજદિન સુધી કોઈ ફાઈલ સ્વીકારવામાં આવી નથી, આખરે કોર્પોરેશન દ્વારા આજે સ્પષ્ટતા કરાઈ છે કે  અનધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટે માત્ર ઓનલાઇન જ અરજી  સ્વીકારાશે!
અનધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટે સરકાર દ્વારા વર્ષ 2001 અને 2011માં ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કરવાનો વટહુકમ પણ બહાર પાડ્યો હતો. તેમ છતાં મોટા પ્રમાણમાં બાંધકામો ગેરકાયદેસર છે અને બીયુ પરવાનગી પણ મેળવી નથી. આવા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવે તો મોટી જન સંખ્યાને આર્થિક અસર થાય અને સામાજિક અરાજકતા પણ ફેલાઈ શકે. જેથી કમ્પાઉન્ડીંગ ફી વસૂલીને નિયમિત કરવું અનિવાર્ય બન્યુ છે. જેથી સરકારે ગત 17 મી ઓક્ટોબરથી વધુ એક વખત ઇમ્પેક્ટનો કાયદો અમલમાં મૂક્યો છે.
 જે સંદર્ભના માર્ગદર્શન માટે આજે બિલ્ડરો અને એન્જિનિયરોની કોર્પોરેશન ખાતે એક બેઠક પણ યોજાઈ હતી. ઈમ્પેક્ટ સંદર્ભે ગેરકાયદેસર બાંધકામો કાયદેસર કરવા માટેની અરજી, ફી ભરવાની, મંજૂરી નામંજૂરીના હુકમની પ્રક્રિયા સહિતનું https://enagar.gujarat.gov.in પર કરવાની રહેશે.
 રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તેમજ કોઈને ઇમ્પેક્ટ સંદર્ભે રજૂઆત કરવી હોય તેઓ ટાઉન ડેવલપમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિભાગમાં સૂચનો પણ કરી શકશે. ઈમ્પેક્ટ યોજના તળે માર્જિન, બીલ્ટઅપ, મકાનની ઊંચાઈ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, પાર્કિંગ 50% માટે ફી લઈ નિયમબદ્ધ થઈ શકશે, સેનિટરીની સુવિધા, કોમન પ્લોટ 50% કવરેજની મર્યાદાને આધીન અને મળવાપાત્ર ઉપયોગને નિયત ફી ભરપાઈ કરી કાયદેસર કરી શકાશે.
Tags: application onlinebhavnagariligal constructionmahanagarpalika
Previous Post

જૈન જાગૃતિ સેન્ટર ભાવનગર  દ્વારા તપસ્વી અને વિધાર્થીઓનુ બહુમાન કરાયું

Next Post

ગુજરાતમાં  ‘ફર્સ્ટટાઈમ વૉટર’ ની સંખ્યામાં વધારો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ યુવા મતદારો ભાવનગરમાં

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગુજરાતમાં  ‘ફર્સ્ટટાઈમ વૉટર’ ની સંખ્યામાં વધારો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ યુવા મતદારો ભાવનગરમાં

ગુજરાતમાં  ‘ફર્સ્ટટાઈમ વૉટર' ની સંખ્યામાં વધારો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ યુવા મતદારો ભાવનગરમાં

એ ભાઈ જરા દેખ કે ચલો ! વીજ પોલ હટાવ્યા ચિત્રા-સિદસર રોડ બનાવી નખાયો…

એ ભાઈ જરા દેખ કે ચલો ! વીજ પોલ હટાવ્યા ચિત્રા-સિદસર રોડ બનાવી નખાયો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.