બીસીસીઆઈએ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી વરિષ્ઠ પસંદગી સમિતિને હટાવી દીધી છે. BCCIની વરિષ્ઠ રાષ્ટ્રીય પસંદગી સમિતિનું નેતૃત્વ ચેતન શર્માએ કર્યું હતું. હવે પસંદગી સમિતિમાં ચેતન શર્મા સિવાય અન્ય ચાર સભ્યો હરવિન્દર સિંહ (સેન્ટ્રલ ઝોન), સુનીલ જોશી (દક્ષિણ ઝોન) અને દેબાશિષ મોહંતી (પૂર્વ ઝોન) પણ બહાર થઈ જશે.
ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી હોવાથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ શુક્રવારે ચેતન શર્માની આગેવાની હેઠળની ચાર સભ્યોની વરિષ્ઠ પસંદગી સમિતિને હટાવી દીધી છે. આ સાથે જ BCCIએ શુક્રવારે જાહેરાત કરી કે તેઓએ સિનિયર મેન્સ ટીમ માટે રાષ્ટ્રીય પસંદગીકારોના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. બીસીસીઆઈએ એમ પણ કહ્યું કે, અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ 28 નવેમ્બર સાંજે 6 વાગ્યા સુધી છે.