કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકરને લઈને આપેલા નિવેદન બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ ગયું છે. રાહુલના દાવાથી સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે ખંડન કરતા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી પંડીત જવાહરલાલ નહેરુ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, પંડિત નહેરુ એક મહિલા માટે ભારતા ભાગલા પાડવા માટે સહમત થઈ ગયા. એટલું જ નહીં રંજીત સાવરકરે એવો પણ આરોપ લગાવ્યો કે, નહેરુએ ભારતની ગુપ્ત જાણકારી અંગ્રેજોને આપી, તેમણે રાહુલના આરોપ પર જવાબ આપવાની અપીલ કરી છે.
સ્વતંત્રતા સેનાની સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે શુક્રવારે પત્રકારો સાથે વાતચીત કરી કહ્યું કે, . હું માગ કરુ છું કે, પંડિત નહેરુ અને એડવિના વચ્ચેના પત્રાચાર અંગ્રેજો પાસેથી માગવામાં આવે અને જાહેર કરવામાં આવે. તેમણે આગળ કહ્યું કે, ખબર પડશે કે, જે નેતાઓને આપણે ચાચા નહેરુ કહીએ છીએ, તેમણે દેશ સાથે કેવો દગો કર્યો છે.
તેમણે આગળ એવું પણ કહ્યું કે, નહેરુ એક હનીટ્રેપમાં ફસાઈ ગયા અને તેમાં તેઓ ફસાતા ગયા. આ ગુનો છે. આ અગાઉ પણ એવા કેટલાય લોકો પકડાયા છે. સજા પણ આપવામાં આવી હતી. નહેરુની વાત કોણ કરશે ? રાહુલ ગાંધીએ 12 વર્ષના હનીટ્રેપનો જવાબ આપવો જોઈએ. પ્રેસ કોન્ફ્રેન્સમાં સાવરકરે એવી પણ માગ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમગ્ર મામલાની તપાસ કરાવવી જોઈએ.