ત્રણેય પક્ષોએ ચૂંટણી જીતવા માટે પ્રચારો જોરશોર રીતે ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે ચૂંટણી જીતવા માટે આક્ષેપો અને નિવેદનો તેમજ રાજકીય શબ્દોનો વાર પલટવાર ચાલી રહ્યો છે. ગુજરાતનો ગઢ જીતવા કોઈ પણ પાર્ટી કાચું કાપવા તૈયાર ન હોવાથી ગુજરાતનો જંગ હવે રોચક બન્યો છે ત્યારે પ્રચાર દરમિયાન દ્વારકાથી ભાજપના ઉમેદવાર પબુભા માણેકનુ વિવાદિત નિવેદન સામે આવ્યુ છે.
એક તરફ જનતા મોંઘવારીનો સામનો કરી રહી છે તો બીજી તરફ ભાજપ નેતા પબુભા માણેક એમ કહેતા જણાઈ રહ્યા છે કે, તેઓને મોંઘવારી નથી નડતી અને પેટ્રોલ અને ડીઝલના ભાવ 200 રૂપિયે પહોંચે તો પણ તેમને વાંધો નથી. મોંઘવારીના પ્રશ્ને પબુભા માણેક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ડીઝલ 200 રૂપિયે થાય તો ભલે થાય તેમણે કહ્યું કે, આવક લાખમાં જોઈએ,આ મોંઘવારી નથી ફુગાવો છે. તેમણે કહ્યું કે, 200 રૂપિયાનું પેટ્રોલ અમને પોસાશે.