Friday, November 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મોરક્કોએ કર્યો બેલ્જીયમનો શિકાર: મેક્સિકોને રગદોળતું આર્જેન્ટીના

ચાર વખતનું ચેમ્પિયન જર્મની ‘આઉટ’ થવાની અણીએ

aaspassdaily by aaspassdaily
2022-11-28 11:17:54
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ચાર વખતનું વર્લ્ડ ચેમ્પિયન જર્મની કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડકપમાંથી બહાર થવાની અણીએ પહોંચી ચૂક્યું છે. 2014ના ચેમ્પિયન જર્મનીએ સ્પેન સાથે 1-1થી મુકાબલો ડ્રો થતાં પોઈન્ટ વહેંચવા પડ્યા હતા.અલ બેત સ્ટેડિયમ પર રમાયેલા આ મુકાબલામાં 82 મિનિટ સુધી જર્મનીની ટીમ એક ગોલથી પાછળ રહી હતી. 83મી મિનિટમાં નિકલસ ફુલક્રૂઝે ગોલ કરી સ્કોર બરાબર કરી દીધો હતો. આ પહેલાં 62મી મિનિટમાં એલ્વારો મોરટાએ સ્પેનને 1-0થી લીડ અપાવી હતી. મુકાબલાનો પ્રથમ હાફ ગોલરહિત રહ્યો હતો.
સ્પેન ચાર પોઈન્ટ સાથે ગ્રુપ-ઈમાં ટોચ પર છે. જ્યારે જર્મની એક પોઈન્ટ સાથે નીચલા સ્થાને છે. જ્યારે જાપાન ત્રણ પોઈન્ટ સાથે બીજા તો કોસ્ટા રિકા ત્રણ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. સ્પેન વિરુદ્ધ મેચ ડ્રો રહેતાં જર્મનીની આગળ જવાની શક્યતા ઘટી ગઈ છે. તેણે આગળ જવા માટે કોસ્ટા રિકા વિરુદ્ધ પોતાની આગલી મેચ કોઈ પણ સ્થિતિમાં મોટા અંતરથી જીતવી પડશે. સાથે જ એવી પ્રાર્થના કરવી પડશે કે સ્પેન જાપાનને હરાવી દે.
આવી જ રીતે વર્લ્ડકપમાં ત્રીજો મેજર અપસેટ સર્જીને મોરક્કોએ દિગ્ગજ બેલ્જીયમનો શિકાર કર્યો હતો. દુનિયાની બીજા નંબરની ટીમ બેલ્જીયમને 22મા નંબરની ટીમ મોરક્કોએ 19 મિનિટની અંદર બે ગોલ કરીને તહેસ નહેસ કરી નાખી હતી. આ જીતથી મોરક્કો 36 વર્ષ બાદ નોકઆઉટની નજીક પહોંચી ગયું છે. તેની પાસે ચાર પોઈન્ટ હોવાથી તે પ્રથમ ક્રમે છે. અંતિમ મેચમાં તેનો સામનો કેનેડા સામે થશે. મોરક્કો માટે સબસ્ટીટયુટ અબ્દેલહામિદ સાબિરીએ 73મી મિનિટ અને જકારિયા અબોખલાલ (90+2મી મિનિટ)એ એક-એક ગોલ કર્યો હતો.
બેલ્જીયમની આ વિશ્વકપના ગ્રુપ સ્ટેજમાં 1994 બાદ પહેલીહાર છે. ત્યારે તેને સઉદી અરબે 1-0થી હરાવ્યું હતું. ટીમ આ પહેલાં પોતાના પાછલા સાત ગ્રુપ મેચથી અજેય હતી. બેલ્જીયમ ત્રણ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. તેની અંતિમ-16માં પહોંચવાની સંભાવના હવે કપરી બની ચૂકી છે. તેણે અંતિમ મેચમાં 2018ના રનર્સઅપ ક્રોએશિયાને હરાવવું જ પડશે.
પાંચમીવાર વર્લ્ડકપ રમી રહેલા મોરક્કોની આ 24 વર્ષમાં પહેલી જ્યારે કુલ ત્રીજી જીત છે. આ પહેલાં તેણે 1998માં સ્કોટલેન્ડને 3-0થી પરાજિત કર્યું હતું. આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં મોરક્કોએ પોતાની પહેલી જીત 1986માં પોર્ટુગલ ઉપર 3-1થી મેળવી હતી. આ પછી પહેલી અને એકમાત્રવાર ત્યારે તે અંતિમ-16માં પહોંચી હતી.
મોરક્કો માટે પ્રથમ હાફમાં જિયેચના એક ગોલને ઑફસાઈડ બાદ અમાન્ય કરાર આપવામાં આવ્યો હતો. જ્યારે બેલ્જીયમ 0-1થી પાછળ થઈ રહ્યું હતું ત્યારે મેચ પૂર્ણ થવાની 10 મિનિટ પહેલાં ટીમના કોચ રોબર્ટો માર્ટિનેજે ફોરવર્ડ રોમલુ લુકાકુને સબસ્ટીટયુટ તરીકે મેદાન પર ઉતાર્યો હતો. જ્યારે ક્રોએશિયાએ કેનેડાને હરાવીને તેને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. અલ્ફોન્સો ડેવિસના બીજી જ મિનિટમાં કરવામાં આવેલા ગોલે ક્રોએશિયાની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. ગત રનર્સઅપ ક્રોએશિયાએ પાછળ થયા બાદ વાપસી કરી આઠ મિનિટની અંદર બે ગોલ કરી કેનેડાને 4-1થી હરાવી બહાર કર્યું હતું. ટૂર્નામેન્ટમાં પહેલી જીતથી લુકા મોદરિચની ટીમે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ક્રોએશિયા માટે આંદ્રેસ કેમરિકે બે, માર્કો લિવાજા તેમજ લોવ્રો માજેરે એક-એક ગોલ કર્યો હતો.
આવી જ રીતે મેસ્સી મેજિકના દમ પર આર્જેન્ટીનાએ વર્લ્ડકપમાં શાનદાર વાપસી કરી છે સાથે સાથે મેક્સિકોને 2-0થી હરાવીને નોકઆઉટમાં પહોંચવાની આશા પણ જાળવી રાખી છે. કતરના સૌથી મોટા સ્ટેડિયમમાં 35 વર્ષીય મેસ્સીનો જાદૂ જોવા માટે 88966 દર્શકો પહોંચ્યા હતા જે એક રેકોર્ડ સંખ્યા છે. આ પાછલા 28 વર્ષમાં એક મેચની અંદર નોંધાયેલી દર્શકોની સૌથી મોટી હાજરી છે.

Tags: FIFA WCMoroccow beat BegiumQatar
Previous Post

શ્રદ્ધા મર્ડર કેસમાં ગુજરાત કનેક્શન!

Next Post

આગામી પચ્ચીસ વર્ષમાં ગુજરાતને વૈશ્વિક કક્ષાએ વિકસિત કરવા ભાજપની નેમ હોવાનું જણાવતા વડાપ્રધાન મોદી

aaspassdaily

aaspassdaily

Related News

ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર બન્યું વિશ્વનું સૌથી મોટું શહેર
આંતરરાષ્ટ્રીય

ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર બન્યું વિશ્વનું સૌથી મોટું શહેર

November 28, 2025
સાયક્લોન દિત્વા સક્રિય : પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
તાજા સમાચાર

સાયક્લોન દિત્વા સક્રિય : પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

November 28, 2025
અમેરિકા હવે ૧૯ દેશોના ગ્રીન કાર્ડધારકોના તમામ દસ્તાવેજોની તપાસ કરશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકા હવે ૧૯ દેશોના ગ્રીન કાર્ડધારકોના તમામ દસ્તાવેજોની તપાસ કરશે

November 28, 2025
Next Post
આગામી પચ્ચીસ વર્ષમાં ગુજરાતને વૈશ્વિક કક્ષાએ વિકસિત કરવા ભાજપની નેમ હોવાનું જણાવતા વડાપ્રધાન મોદી

આગામી પચ્ચીસ વર્ષમાં ગુજરાતને વૈશ્વિક કક્ષાએ વિકસિત કરવા ભાજપની નેમ હોવાનું જણાવતા વડાપ્રધાન મોદી

આફતાબ શ્રદ્ધાનું કપાયેલું માથુ ફ્રીઝમાંથી કાઢી જોતો રહેતો અને થપ્પડ પણ મારતો

આરોપી આફતાબ જે વાનમાં હતો તેની પર હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.