દિલ્હી FSL ઓફિસ શ્રદ્ધાના હત્યારા આફતાબને જોતા 5 લોકોનો ગુસ્સો ઉકળી ઉઠ્યો હતો અને તેમણે જે વાનમાં તે બેઠો હતો તેની પર તલવારથી હુમલો કરી દીધો હતો. શ્રદ્ધા હત્યા કેસના મુખ્ય આરોપી આફતાબની વાન પર દિલ્હીમાં હુમલો થયો છે. આરોપી આફતાબ FSL ઓફિસની બહાર વાનમાં બેસીને જતો હતો, ત્યારે 4-5 લોકોએ વાહન પર હુમલો કર્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર, એફએસએલની ઓફિસની બહાર 5 લોકો તલવાર લઈને ઊભા હતા અને જેવી આફતાબની વાન આવી કે તેમણે વાન પર તલવાર મારી હતી. વાન પર તલવાર પડતાં અંદર બેઠેલો આફતાબ અને પોલીસના જવાનો ડરી ગયા હતા.
કોઈ આવું કરશે તો છોડીશું નહીં- હુમલાખોર
આફતાબે શ્રદ્ધાની જે રીતે હત્યા કરી છે તે જોતા લોકો ઉકળી ઉઠ્યાં છે અને તેઓ આરોપી આફતાબ પર હુમલાની ફિરાકમાં છે. આફતાબની વાન પર તલવારથી હુમલો કરનાર હુમલાખોરોએ જણાવ્યું હતું કે, જો કોઈ આવું કરશે તો અમે તેને છોડીશું નહીં.”