ભાવનગરની ભૂમિ પર લાંબા સમય બાદ ગોળીબાર હનુમાનજીના ચરણોમાં જવાહર મેદાન ખાતે આવતીકાલ તા.૩ને શનિવારથી પૂ. મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રારંભ થશે. જેની તૈયારીઓ પૂર્ણ થઇ છે અને કથા મંડપ, ડોમ સહિત તૈયાર કરી દેવામાં આવ્યા છે.
નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિમિત્તમાત્ર આયોજન દ્વારા આવતીકાલ શનિવાર તા.૩થી રવિવાર તા.૧૧ દરમિયાન પૂ. મોરારિબાપુના વ્યાસાસને રામકથાનો લાભ મળનાર છે. ભાવનગર ભાવેણાની ભૂમિ પર ગોળીબાર હનુમાનજીના ચરણોમાં યોજાનાર આ રામકથા પ્રારંભે શનિવાર બપોરે ૩-૩૦ કલાકે પદ્મ ભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદજીના હસ્તે દીપપ્રાગટ્ય થશે તથા તેઓશ્રી આશીર્વચન પાઠવશે.
નિમિત્તમાત્ર નિમંત્રણ રહેલા જયંતભાઈ વનાણી બુધા પટેલ દ્વારા જણાવાયા મૂજબ ભાવનગરમાં જવાહર મેદાન ‘મારુતિ ધામ’ ખાતે શનિવાર તા.૩ બપોરે ૩-૩૦ કલાકે પ્રારંભ થયા બાદ બીજા દિવસ રવિવાર તા.૪થી સવારે ૧૦થી બપોરે ૧-૩૦ કલાક દરમિયાન કથાશ્રવણ લાભ મળશે. કથા વિરામ રવિવાર તા.૧૧ના થશે. ભાવિક શ્રોતાઓને આ કથાનો લાભ લેવા જણાવાયું છે.