ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂરુ થયું છે. 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે અને આજે બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. જેથી દિવસ-રાત જોયા વિના મતદારોને પોતાની તરફ કરવા માટે દિગ્ગજ નેતાઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રોડ શો અને સભાઓ ગજવી રહ્યા છે. શુક્રવારે વડાપ્રધાન મોદી રોડ શો બાદ અમદાવાદના સરસપુર ખાતે જાહેર સભાને સંબોધી હતી.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આવતીકાલે સાંજે આ ચૂંટણીના પડઘમ પૂરા થશે તેના પહેલા આ ચૂંટણી અભિયાનની મારી છેલ્લી સભા છે તેમણે જણાવ્યું કે, સૌથી પહેલા અમદાવાદનો હ્રદયથી આભાર માનું છું કસેરીયા મહાસાગર આખાં અમદાવદમાં જુમ જુસ્સો અને અમદાવાદના લાખો નાગરિકોના દર્શન કરવાનો મોકો મળ્યો અને આશીર્વાદ મેળવવાનો લાવો મળ્યો અને આજે માં ભદ્રકાલી અને પૂજ્ય બાબા સાહેબ આંબેડકર આ બેન્ને પવિત્ર સ્થળે માથો નમાવવા ગયો. તેમણે જણાવ્યું તે, પહેલા ચરણનો મતદાન પૂરૂ થયો છે અને પહેલા જે ઉછળી ઉછળીને બોલતા તા તે ગઈ કાલ પછી બંધ થઈ ગયા છે તેમને ખબર પડી ગઈ કે, આમા આપણુ કંઈ છે નહી.
તેમણે કહ્યું કે, પહેલા ચરણના મતદાનમાં નક્કી થઈ ગયું છે ભાજપ અભૂતપૂર્વ જીતી રહ્યું છે અને આ હું જ નહી પણ કોંગ્રેસ પણ કહી રહી છે. તેમણે કહ્યું કે, તમને બધાને થતું હશે કે, કોંગ્રેસે આવુ ક્યારે કહ્યું તો તમને યાદ કરાવુ કે, બે દિવસથી કોંગ્રેસના નેતાઓના નિવેદનો સાંભળો તો લગાતાર EVMને ગાળો બોલે છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ જ્યારે EVMને ગાળો બોલે છે ત્યારે સમજી લેવું કે, તેમણે ઉછાળા ભરી લીધા છે અને ગુજરાતના લોકોએ એમનો ખેલ પહેલા ચરણમાં જ પતાવી દીધો છે. તેમણે કહ્યું ચૂંટણી હોય ત્યારે મોદીને ગાળો દેવાની અને મતદાન થાય એટલે EVMને દેવાની.