પહેલા તબક્કાના મતદાન બાદ કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, જનતાએ ભાજપના નકલી મુદાઓના આધારે નહી પરંતુ અસલી મુદ્દાના આધારે મતદાન કર્યું છે તેમણે જણાવ્યું કે, મુદ્દા ભટકવવા PM સહીતના ભાજપના મોટા નેતાઓએ ગુજરાતમાં છે અને નવેમ્બરમાં 9 દિવસમાં PMએ 22 કાર્યક્રમ યોજાયા છે. તેમણે કહ્યું કે, ગુજરાતની જનતા આ વખતે મક્કમ છે તેમજ ભાજપના કાર્યકરો ગઈકાલે સંપૂર્ણ પણે નિષ્ફળ રહ્યા તેમજ કોંગ્રેસના કાર્યકરોએ મહેનત કરી જીત પર આવી છે તેમણે કહ્યું પ્રજાના ઉત્સાહનો વેગ મળ્યો છે.
વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થઈ ચુક્યું છે પરંતુ અપેક્ષા કરતાં ઓછા મતદાને અનેક રાજકીય પક્ષોની ચિંતાનો પારો હાઈ કર્યો છે. ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે એક તરફી ચૂંટણી થવાને કારણે આવું થયું છે તેમજ આ ચૂંટણીમાં વિપક્ષની ભૂમિકા ખૂબ જ નબળી રહી. સત્તાધારી પક્ષ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રિય ટીમ ગ્રાઉન્ડ લેવલથી જોરશોરથી પ્રચાર કર્યો છે અને કરી પણ રહ્યાં છે.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, પહેલા તબક્કાની 89 બેઠકોમાંથી 65થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે તેમણે જણાવ્યું કે, ભાજપની B ટીમે સોશિયલ મીડિયામાં હાવ ઉભો કર્યો હતો તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, આપની એક પણ બેઠક પર ડિપોઝીટ પણ પરત નહી મળે અને અમે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.