Friday, July 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુમ થયેલા કાંતિ ખરાડીએ જંગલમાં દોડીને જીવ બચાવ્યો હોવાનો દાવો

વહેલી સવારે સારવાર માટે સિવિલ પહોંચેલા કાંતિ ખરાડીએ કર્યા ભાજપ પર ગંભીર આક્ષેપ

aaspassdaily by aaspassdaily
2022-12-05 11:43:05
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. તેવામાં ગઇકાલ રાતે કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં દાંતા તાલુકાના છોટા બામોદરા પાસે કાંતિ ખરાડીની ગાડી રોકાવી પલટી મરાવી હોવાની વાત સામે આવી હતી. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી લખ્યું હતું કે, કાંતિ ખરાડીનું માર મારી અપહરણ કરાયું છે. જે બાદમાં તેઓ આજે સવારે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે પાલનપુર સિવિલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ તરફ હવે ચૂંટણી પંચ પણ એક્શનમાં આવ્યું છે અને કાંતિ ખરાડીને વધુ સુરક્ષા આપવા નિર્દેશ કર્યા છે.
કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી ગઈકાલે રાત્રે ગુમ થયા બાદ વહેલી સવારે મળ્યા બાદ હવે ચૂંટણી પંચ પણ એક્શનમાં આવ્યું છે. વિગતો મુજબ ચૂંટણીપંચ દ્વારા કાંતિ ખરાડીને વધુ સુરક્ષા આપવા નિર્દેશ કર્યા છે. મહત્વનું છે કે, કાંતિ ખરાડી પર હુમલો થતા ફરિયાદ નોંધાવી હતી. આ તરફ ફરિયાદ બાદ કાંતિ ખરાડીને વધુ સુરક્ષા આપવા ચૂંટણી પંચે આદેશ કર્યો છે. દાંતાના કોંગ્રેસી ધારાસભ્ય અને ઉમેદવાર કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે ભાજપનાં ઉમેદવાર અને અન્ય વ્યક્તિઓએ ગાડી પર હુમલો કર્યો હતો. આ સાથે હુમલો કરનારા વ્યક્તિઓ હથિયારો સાથે આવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જે બાદમાં જંગલમાં દોડીને મેં જીવ બચાવ્યો અને જંગલમાં પડી જવાથી ઈજા પહોંચી હોવાનું કાંતિ ખરાડીએ જણાવ્યું હતું.

Tags: congi candidate kanti kharadidantagujarat
Previous Post

‘ભારત જોડો યાત્રા’માં કોંગ્રેસના વધુ એક નેતાનું હાર્ટ એટેકથી મોત

Next Post

ગુજરાતમાં ભાજપ શું 50% વોટશેરનો ઐતિહાસિક આંકડો વટાવી શકશે?

aaspassdaily

aaspassdaily

Related News

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું
તાજા સમાચાર

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું

July 23, 2026
ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ
તાજા સમાચાર

ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ

July 23, 2026
ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત

July 23, 2026
Next Post
ગુજરાતમાં ભાજપ શું 50% વોટશેરનો ઐતિહાસિક આંકડો વટાવી શકશે?

ગુજરાતમાં ભાજપ શું 50% વોટશેરનો ઐતિહાસિક આંકડો વટાવી શકશે?

ભાજપ હવે MP અને રાજસ્થાનના મિશન પર

ભાજપ હવે MP અને રાજસ્થાનના મિશન પર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.