વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ ખાતે નિશાન સ્કૂલમાં પોતાનો મત નોંધાવ્યા બાદ અમદાવાદમાં તેના ભાઈ સોમાભાઈના ઘરે મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, કાલે નરેન્દ્ર મોદી તેના માતાના આશીર્વાદ માટે તેના ઘરે પહોંચ્યા હતા જયારે આજે મત આપ્યા બાદ પગપાળા ચાલીને તેઓએ પોતાના ભાઈના ઘરે મુલાકાત લીધી હતી અને તેની સાથે ચા પીધી હતી. ભાઈના ઘરે પહોચવા દરમિયાન રસ્તામાં તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.