ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીન પ્રથમ તબક્કામાં ભાવનગરની તમામ ૭બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય ગયા બાદ હવે આગામી ૮ તારીખના મત ગણતરી હાથ ધરાનાર છે, આ માટે તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જિલ્લાની ૭બેઠક માટે ૭રૂમ તૈયાર કરી દેવાયા છે જ્યાં અલગ અલગ મત ગણતરી હાથ ધરાશે.
ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલ એન્જીનીયરીંગ કોલેજમાં આગામી તા. ૮ ડિસેમ્બરને ગુરૂવારે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. સવારે ૮ કલાકે મતગણતરી શરૂ થશે. ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા બેઠક માટે ગત તા. ૧ ડિસેમ્બરે ચૂંટણી યોજાય હતી. પ્રથમ તબક્કામાં ભાવનગર સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વિધાનસભા બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મતગણતરી આડે હવે માત્ર ૨ દિવસ જ બાકી રહ્યા છે તેથી ભાવનગરના ચૂંટણી વિભાગે મતગણતરી માટે તડામાર તૈયારીઓ હાથ ધરી છે. કેટલાક દિવસથી સાત વિધાનસભા બેઠકની મતગણતરી માટે રૂમ તૈયાર કરવાની કામગીરી શરૂ હતી તે કામગીરી હાલ પૂર્ણ થઈ ગઈ છે.