લીલા સર્કલ ભક્તિ વેદાન માર્ગ પર આવેલ હરે રામા હરે કૃષ્ણ ઇસ્કોન મંદિરમાં આજે ભવ્ય યજ્ઞ નું આયોજન થયું જેમાં ૬૦ ભક્તોએ યજ્ઞમાં બેસીને ભગવત ગીતાના લોકો બોલીને આહુતિ આપી. ગીતા જયંતી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની વાણી એટલે ભગવદ ગીતા શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૭૦૦ શ્લોક બોલીને એક એક શ્લોકે જવ કાલા તલ અને ઘી દ્વારા આવુતી દેવામાં આવી સાથે શ્રીમદ્ ભગવત ગીતા નું વિતરણ કરવામાં આવ્યું આજે ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા વિશેષ સંકલ્પ લીધો આ ગીતા જયંતી નિમિત્તે એક મહિનામાં ૨૦૦૦ ભાગવત ગીતાનું વિતરણ કરવામાં આવશે. આ યજ્ઞમાં વિશેષ મંદિરના પૂજારીઓ જેમાં ચતુર્ભુજ પ્રભુ જગ નિવાસ પ્રભુ નિકુંજ લીલા પ્રભુ રોહિણી નંદન પ્રભુ દ્વારા યજ્ઞ માં સારી સેવા કરીને યજ્ઞને સંપન્ન કરવામાં આવ્યો. ઇસ્કોન મંદિરના વરિષ્ઠ ભક્ત ઉપાનંદ વ્રજવાસી પ્રભુ એ વિશેષ સંકલ્પ કર્યો ભાવનગરની શાળાઓમાં જઈને સ્કૂલોમાં જઈને આપણી આ સનાતન ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતાને દેવામાં આવશે અને જે બાળકો શ્રીમદ્ ભગવદ્ ગીતાની સ્પર્ધામાં ભાગ લેશે અને વિજેતાને સાયકલ ઘડિયાળ જેવા ઇનામું દેવામાં આવશે.