તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં લોકશાહીનો ઉત્સવ મતદાન યજ્ઞની પૂર્ણાહુતિ થઈ અને તરત જ ભાવનગર ખાતે રામકથા યજ્ઞની પણ શરૂઆત થઈ અને સાથે સાથે મહા વિષ્ણુ્યાગ અને બ્રહ્મચોર્યાસી ની પણ શરૂઆત થઈ.
ભાવનગર ખાતે શ્રી રાંદલ માતાજી માતૃ મંદિર દ્વારા મહા વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૫૧ કુંડી પંચ દિવસિય મહા વિષ્ણુયાગ યજ્ઞ તેમજ બ્રહ્મચોરીયાસીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીં સજાવવામાં આવેલ સુંદર અને આધ્યાત્મિક યજ્ઞશાળામાં સતત પાંચ દિવસ સુધી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વેદોના મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવશે.