પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનમાં ભારત રત્નથી સન્માનિત ડો.બાબાસાહેબ આંબેડકરના ૬૭માં મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી. ૬ ડિસેમ્બર ૧૯૫૬ ના રોજ બાબા સાહેબનું અવસાન થયું, જે દર વર્ષે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ સંદર્ભમાં આજે ૦૬ ડિસેમ્બર, મંગળવારના રોજ, ભાવનગર મંડલ રેલ પ્રબંધક કચેરીમાં બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીઆરએમ મનોજ ગોયલ, એ.ડીઆરએમ. કૃષ્ણલાલ ભાટિયા સહિત ડીવીઝનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને બે મિનિટનું મૌન પાળ્યું હતું. ડિવિઝનલ રેલ્વે મેનેજરની ઓફિસના મીટીંગ હોલમાં અધિકારીઓ અને કર્મચારીઓએ બાબાસાહેબના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.