વડોદરા હવે ડ્રગ્સ બનાવવાનું મોટું હબ બન્યું છે. સિંધરોટ ગામે પકડાયેલી ડ્રગ્સ ફેક્ટરી અંગે મોટો ખુલાસો થયો છે. ATS એ સયાજીગંજમાંથી ડ્રગ્સ બીજી લેબોરેટરી ઝડપી પાડી છે. જેમાંથી 2 ડ્રમ્સમાં ભરેલું 100 કિલો જેટલું ડ્રગ્સ પકડાયુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના સયાજીગંજના પાયલ કોમ્પ્લેક્સ ચાલતો ડ્રગ્સનો કારોબાર પકડાયો છે. સયાજીગંજના ડ્રગ્સનું કનેક્શન સિંધરોટ ફેક્ટરી સાથે છે. શેર બ્રોકિંગની ઓફિસમાંથી ડ્રગ્સના બેરલ પકડાયા હતા. પાયલ કોમ્પ્લેક્સના બિલ્ડીંગના અલગ અલગ ત્રણ માળે આ ડ્રગ્સનો કારોબાર ખુલ્લેઆમ ચાલતો હતો. એક માળ પર મિની લેબોરેટરી ધમધમતી હતી, તો અન્ય બે માળની ઓફિસમાં રો મટીરિયલ અને તૈયાર ડ્રગ્સ રખાતું હતું. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, સંચાલકોએ સયાજીગંજ બાદ સિંધરોટ ગામમાં ફેક્ટરી શરૂ કરી હતી. તાજેતરમાં જ સયાજીગંજ વિસ્તારમાંથી 100 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. ત્યારે આરોપીઓના રિમાન્ડ દરમિયાન ATSને વધુ ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા મળી છે.
સિંધરોટ ખાતેથી પકડાયેલા 500 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીને સાથે રાખી એટીએસ દ્વારા સયાજીગંજ વિસ્તારના પાયલ કોમ્પ્લેક્સમાં સર્ચ કરવામાં આવ્યું હતું જેમાં બે ડ્રમમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. પાયલ કોમ્પલેક્ષમાંથી મળી આવેલ કેમિકલ સ્ટ્રોંગ હોવાના કારણે તપાસ કરતા અધિકારીઓને પણ આંખ અને નાકમાં બળતરા થયા હતા.
સિંધરોટ ખાતેથી પકડાયેલા 500 કરોડના ડ્રગ્સની તપાસ અંગે આરોપીએ બતાવેલા સ્થળોએ એ.ટી.એસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. મુખ્ય આરોપીને લઈ એટીએસ સયાજીગંજ વિસ્તારના પાયલ કોમ્પલેક્સ ખાતે પહોંચી હતી. જ્યાં છેલ્લા 10 વર્ષથી બંધ સ્ટોક માર્કેટની ઓફિસમાં વેપલો ચાલતો હોવાનું જાણવા મળ્યું હતું. પાયલ કોમ્પલેક્ષ ખાતેથી પણ મોટી માત્રામાં શંકાશીલ કેમિકલ મળી આવ્યું હતું. FSL, સ્થાનિક પોલીસની ટીમ સાથે રાખી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં પ્લાસ્ટિકના 2 ડ્રમમાં ડ્રગ્સ મળી આવ્યુ હુતં. તો 2 દિવસ પહેલા પણ સુભાનપુરા વિસ્તારમાં કચરાપેટીમાંથી 8 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીએ બતાવેલી જગ્યાએ એ.ટી.એસ પહોંચતા કચરા પેટીમાં ડ્રગ્સ ફેંકી દેવાયું હતું. હાલ એ.ટી.એસના 12 થી વધુ અધિકારીઓ આરોપીને સઘન તપાસ કરવામાં આવી રહી છે. તે જ પ્રકારે એટીએસની ટીમ આરોપીને સાથે રાખી સ્ટોક માર્કેટની ઓફિસમાં રેડ કરતા બે બેરલ (કારબા) શંકાશીલ કેમિકલ ats દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું.