હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. ભાજપ-27, કોંગ્રેસ 39 સીટ પર આગળ છે. AAP પોતાનું ખાતું પણ ખોલાવી શક્યું નથી. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. હિમાચલમાં 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. CM જયરામ ઠાકુર છઠ્ઠી વખત ચૂંટણી જીત્યા છે.
શિમલામાં જુબ્બલ કોટખાઈ વિધાનસભા બેઠકના મતગણતરી કેન્દ્રની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની ભીડ એકઠી થઈ છે. અહીં ભાજપના ઉમેદવાર ચેતન બરાગટા કોંગ્રેસના રોહિત ઠાકુરશી આગળ ચાલી રહ્યા છે.
ભાજપ પરત ફરશે તો 37 વર્ષનો રેકોર્ડ તોડશે, દર વખતે 45થી 75% મંત્રીઓ ચૂંટણી હાર્યા છે. ભાજપે બે બેઠકો જીતી છે. સરાજથી CM જયરામ ઠાકુરે કોંગ્રેસના ચેતરામ ઠાકુરને હરાવીને જીત મેળવી છે. બીજી તરફ મંડી જિલ્લાની સુંદરનગર સીટ પર ભાજપના રાકેશ જામવાલે કોંગ્રેસના સોહન લાલ ઠાકુરને 8,125 મતોથી હરાવ્યા છે.
હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકોના પરિણામ 37 વર્ષ જૂની પરંપરા ચાલુ રહેશે કે નવો ઈતિહાસ રચાશે તે આજે બપોર સુધીમાં સ્પષ્ટ થશે. 1985 પછી રાજ્યમાં કોઈપણ પક્ષ પોતાની સરકારનું પુનરાવર્તન કરી શક્યો નથી. ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને વીરભદ્ર સિંહ મુખ્યમંત્રી હતા. આ વખતે બધાની નજર તેના પર છે કે શું પહાડ પર સરકાર બદલવાનો ટ્રેન્ડ ચાલુ રહેશે કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાના આધારે ભાજપ આ રિવાજને બદલી શકશે.






