Wednesday, September 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાજપે સૌરભ પટેલને કાપતા બેઠક ગુમાવવી પડી : બોટાદમાં ટિકીટ ફાળવણીનો વિવાદ વિજય સુધી નડ્યો :  ભાજપનો ગઢ તુટ્યો

ભાજપના ઉમેદવાર સામે શરૂઆતથી રહેલ વિરોધ પરિણામમાં પણ દેખાયો, ભાજપને પોતાના જ નડી ગયાની વ્યાપક ચર્ચા

aaspassdaily by aaspassdaily
2022-12-09 13:58:49
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરથી જુદા પડેલા બોટાદ જિલ્લામાં બોટાદ અને ગઢડા બેઠક પર ભાજપે નવા ચહેરા ઉતાર્યાં હતાં. બન્ને બેઠક પર આથી વિરોધ થવા પામેલ. જાે કે, ગઢડામાં સમય જતા શાંત પડી ગયું હતું અને ભાજપના ઉમેદવાર મહંત શંભુનાથ ટૂંડિયા મોટી લીડ સાથે વિજેતા પણ થયા છે પરંતુ બોટાદમાં ટિકીટ ફાળવણીથી શરૂ થયેલો વિવાદ વિજય સુધી નડ્યો હોય તેમ અહીં વર્ષોથી ભાજપને વફાદાર રહેલી આ બેઠક આ વખતે ગુમાવવી પડી છે અને આમ આદમી પાર્ટીના હાથમાં જઇ પડી છે.
બોટાદ બેઠક પર ૧૯૯૮થી ભાજપના સૌરભ પટેલ ચૂંટાતા આવ્યા છે. વચ્ચે ૨૦૧૨માં તેમને જાેખમ જણાતા બેઠક છોડી વડોદરાની આકોટા બેઠક પરથી લડ્યા હતાં. પરંતુ ૨૦૧૭માં ફરી પાછા બોટાદ આવી અને ટિકીટ મેળવી ચૂંટણી લડ્યા હતા અને જીત પણ મેળવી હતી પરંતુ આ વખતે ભાજપે તેમના સ્થાને ઘનશ્યામભાઇ વિરાણીને ટિકીટ આપી હતી આથી સૌરભભાઇ પટેલના સમર્થકોએ જબરજસ્ત વિરોધ નોંધાવ્યો હતો જેને શાંત કરવા પ્રદેશ સંગઠને પણ જહેમત ઉઠાવી હતી પરંતુ કાલે આવેલા પરિણામ પરથી ભાજપના ઉમેદવારને આ વિરોધ નડી ગયો હોવાનું સ્પષ્ટ થયું છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા મોટી લીડ સાથે વિજેતા થતા વર્ષોથી ભાજપના હાથમાં રહેલી આ બેઠક ગુમાવવી પડી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે દેખાડેલા જાેર સામે પણ તર્ક-વિતર્ક થઇ રહ્યા છે. ‘ઘરકા ભેદી લંકા ઢાવે’ તે ઉક્તિ મુજબ ભાજપને પોતાના જ નડી ગયા હોવાનું જાેરશોરથી ચર્ચાઇ રહ્યું છે. આમ ટિકીટ ફાળવણીનો વિવાદ વિજય સુધી નડતા ભાજપે બોટાદ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે સાથે આપની એન્ટ્રી થવા પામી છે.

 

Tags: bjpBotadticket vivad
Previous Post

પશ્ચિમના પ્રતિષ્ઠાભર્યા જંગમાં કોંગ્રેસ અને આપના સંયુક્ત મત કરતા ભાજપને ૧૫૫૫૪ની લીડ

Next Post

મોરારીબાપુની રામકથાની રવિવારે થશે પુર્ણાહુતિ

aaspassdaily

aaspassdaily

Related News

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન
તાજા સમાચાર

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન

September 10, 2025
નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ
આંતરરાષ્ટ્રીય

નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ

September 10, 2025
નેપાળને સળગતું મૂકી ક્યાં ભાગી ગયા PM ઓલી? દેખાવકારો બેકાબૂ
આંતરરાષ્ટ્રીય

નેપાળને સળગતું મૂકી ક્યાં ભાગી ગયા PM ઓલી? દેખાવકારો બેકાબૂ

September 10, 2025
Next Post
મોરારીબાપુની રામકથાની રવિવારે થશે પુર્ણાહુતિ

મોરારીબાપુની રામકથાની રવિવારે થશે પુર્ણાહુતિ

ચિત્ર સ્પષ્ટ: 182 બેઠકો માટે 1621 ઉમેદવારો વચ્ચે જંગ

ભાવનગર જિલ્લામાં બીજા સ્થાને રહેલ સિવાયના મોટાભાગના ઉમેદવારે ડિપોઝીટ ગુમાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.