ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. પ્રસિદ્ધ વાર્તાકાર મોહન પરમારને સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો છે તેમજ યુવા રામ મોરીને યુવા ગૌરવ પુરસ્કારની જાહેરાત કરાઈ છે.
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષ આપવામાં આવતા ગુજરાતી ભાષાનાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને યુવા ગૌરવ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. ભાગ્યેશ જ્હા અધ્યક્ષ, ગુજરાતી સાહિત્ય અકાદમીની અધ્યક્ષતામાં મળેલી કાર્યવાહક સમિતિની બેઠકમાં પુરસ્કાર અંગે નિર્ણય લેવાયો છે અને જેમાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર વર્ષ-2021 મોહન પરમાર પ્રસિદ્ધ વાર્તાકાર મળ્યો છે જ્યારે યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ-2021 રામ મોરી મળ્યો છે.