જેસરના રાણપરડા ગામની સીમમાં જુગાર રમતા ૮ શખ્સને જેસર પોલીસે ઝડપી લઈ રોકડ રકમ,મોબાઈલ અને વાહનો મળી કુલ રૂ.૧.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જેસર તાલુકામાં રાણપરડા ગામ થી દેપલા તરફ જવાના કાચા રસ્તા ઉપર આવેલ ડેમના કાંઠે ગજેન્દ્રસિંહ જયવંતસિંહ સરવૈયા રહે. રાજપરાની ખેતીની જમીન પાસે જુગાર રમતા આઠ ઇસમો રાજેન્દ્રસિંહ જયવંતસિંહ સરવૈયા, કાળુ અમરૂભાઈ ગરાણીયા, રમેશ કાળાભાઈ ઝાલા, બાલા પ્રાગજીભાઈ કાછડીયા, પ્રવીણ ઉર્ફે ટીણો દુદાભાઈ મકવાણા, ઈકબાલ કલાણીયા, હિંમત ગિરધરભાઈ ખૂટ અને કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાકુભા જયવંતસિંહ સરવૈયાને ઝડપી લઇ પટમાં રાખેલ રોકડા રૂ.૫૨,૫૮૦,આઠ મોબાઈલ,૪ મોટરસાઇકલ મળી કુલ રૂ.૧,૪૨,૦૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જેસર પોલીસે પાલડી,રાજપરા, મહુવા,વાંસીયળી,જેસર અને ઠવી ગામના ઈસમો વિરુદ્ધ જુગરધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.