ભાવનગર શહેર રામમંત્ર મંદીર, દુઃખીશ્યામ બાપા સર્કલથી શિવકુંજ આશ્રમ અધેવાડા જે ભાવનગર તાલુકા, અલંગ શિપયાર્ડ, મહુવા સોમનાથ નેશનલ હાઇવેને જાેડતો મુખ્યમાર્ગ છે. દુઃખીશ્યામ બાપા સર્કલથી અધેવાડા બંન્ને સાઇડ ૨૦૦ સોસાયટીનો મુખ્ય માર્ગ હોય જે કોર્પોરેશન દ્વારા રામમંત્ર મંદીર, દુઃખીશ્યામ બાપા સર્કલથી શિવકુંજ આશ્રમ ફોરલેન માર્ગ ૨ વર્ષ પહેલા મંજુરી સાથે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે માર્ગના કામનો પ્રારંભ થયો હતો. પરંતુ આજે પણ અધ્ધરતાલ સ્થિતિ છે. મ્યુ.શાસકો અને તંત્ર વાહકો કોન્ટ્રાકટર એજન્સીના ઘૂંટણીયે હોવાની ચર્ચા વ્યાપક બની છે !
આશરે દોઢેક વર્ષથી દુઃખીશ્યામ બાપા સર્કલથી ટોપથ્રી સુધી રોડ ખોદેલો હોય એક-બે જીવલેણ અકસ્માત થયા છે, અવિરત ટ્રાફીક રહેતો હોય નાના-મોટા અકસ્માતો, વાહનો ખોદેલ ખાડામાં ફસાય જવા રોજીંદા બનાવ બને છે. સોસાયટી વસાહતીઓ શાળાએ ટયુશનમાં જતા બાળકો વાલીઓ રાહદારીઓ ભયભીત હોય વસાહતી, નાગરીકો, સોસાયટી રહેવાસીઓએ આ અંગે સત્વરે પગલા ભરવા માંગણી ઉઠી છે. ભાજપના પૂર્વ નગરસેવક એક માત્ર કિશોરભાઇ ભટ્ટે આ અંગે અવાજ ઉઠાવી મનપાના કમીશ્નરને મળી સત્વરે દુઃખીશ્યામ બાપા સર્કલથી અધેવાડા ટોપથી માર્ગનું કામ પૂર્ણ કરવા તેમજ અધેવાડા, ઓવરબ્રીજનું કામ સત્વરે ચાલુ કરવા અને ત્રણ તાલુકા અને સોસાયટીના લોકોની જનતાનો ગંભીર પ્રશ્ને સત્વરે કાર્યવાહી હાથધરી મુખ્ય માર્ગ અધુરો માર્ગ સત્વરે જમીની કાર્યવાહી ચાલુ કરવા જણાવેલ છે. મ્યુ. કમિશનરે આ મામલે ગંભીરતા દેખાડી હોવાનું પણ જણાવાયું છે.