સુપ્રીમ કોર્ટે બુધવારે ચૂંટણી પંચ અને અન્ય લોકોનો જવાબ માંગ્યો હતો. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ચૂંટણી પંચે 205માં આધ્રપ્રદેશ અને તેલંગાણામાં મતદાન યાદીમાંથી 46 લાખ લોકોના નામ હટાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, તેલંગાણા હાઈકોર્ટે આગઉ કહ્યું હતું કે, આ મુદ્દા પર દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં માંગવામાં આવેલી રાહત આપવાનું કોઈ કારણ તેને દેખાતું નથી.
હાઈકોર્ટના એપ્રિલના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બનેલી બેંચ સમક્ષ સુનાવણી માટે આવી હતી. આ મામલાની સુનાવણી કરવા માટે સંમત થતા બેન્ચે કહ્યું હતું કે, ‘નોટિસ જારી કરો.’ ચૂંટણી પંચ ઉપરાંત બેન્ચે કેન્દ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશ અને બંને રાજ્યોના સંબંધિત રાજ્ય ચૂંટણી પંચો પાસેથી જવાબ માંગ્યો છે. આ મામલે સુનાવણીની આગામી તારીખ 6 અઠવાડિયા પછી રાખવામાં આવી છે.
હૈદરાબાદના રહેવાસી શ્રીનિવાસ કોડાલી દ્વારા સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, મતદાર યાદીને ‘સફાઈ’ કરવાના પ્રયાસમાં ચૂંટણી પંચે 2015માં આંધ્રપ્રદેશ અને તેલંગાણાની મતદાર યાદીમાંથી 46 લાખ નામો જાતે જ કાઢી નાખ્યા હતા અને ચૂંટણી પંચે ફોટો આઇડેન્ટિટી કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યું હતું.