ભાવનગરના કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં બોલાચાલીની દાઝ રાખી બે જૂથ વચ્ચે મારામારી થતાં બોરતળાવ પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અકબર સલીમભાઈ ચૌહાણને વસીમ મીયાણા અને તેના કાકા અબ્બાસભાઈ મિયાણા સાથે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી જેની દાઝ રાખી ગઈ કાલે સાંજે કુંભારવાડા નારી રોડ પર આવેલ નદી કબ્રસ્તાન અને સોના ચા પાસે વસીમ અલરખભાઈ મિયાણા, મોહસીન મીયાણા, અબ્બાસ મિયાણા અને સામા પક્ષાના અકબર સલીમભાઈ ચૌહાણ, ધર્મેન્દ્ર જેન્તીભાઈ ધરાજીયા અને સજાદ રફીકભાઈ કાજી વચ્ચે હથિયારો સાથે મારામારી થતાં બંને પક્ષે વ્યક્તિઓને વિઝા થઈ હતી.
આ બનાવવા અંગે ધર્મેન્દ્ર ધરાજીયાએ વસીમ મીયાણા, મોહસીન મીયાણા અને અબ્બાસ મિયાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જ્યારે સામા પક્ષે વસીમ ભાઈએ અકબર સલીમ ચૌહાણ, ધર્મેન્દ્ર જેન્તીભાઈ ધરાજીયા અને સજ્જાદ કાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે બંને પક્ષે ગુનો નોંધી તપાસ હાથ કરી હતી.